Site icon Revoi.in

આ રીતે વોટ્સએપમાં બેસ્ટ ક્વોલિટી ઇમેજ શેર કરો, આ ટિપ્સ ફૉલો કરો

Social Share

નવી દિલ્હી: ચેટિંગથી માંડીને, પેમેન્ટ, ફોટો, વીડિયો શેરિંગ, ફાઇલ શેરિંગ સહિતના અનેક કામકાજ માટે સમગ્ર વિશ્વમાં જો કોઇ સૌથી વધુ લોકપ્રિય એપ હોય તો તે વોટ્સએપ છે. વોટ્સએપના આજે સમગ્ર વિશ્વમાં કરોડો યૂઝર્સ છે. આજે ભાગ્યે જ કોઇ યૂઝર હશે જેના સ્માર્ટફોનમાં વોટ્સએપ ઇન્સ્ટોલ્ડ નહીં હોય. વોટ્સએપમાં તમે ઇમેજ કે વીડિયો મોકલી શકો છો. જો કે તમે એક બાબત નોંધ કરી હશે કે ફોટો કે વીડિયો મોકલતા સમયે તેની ક્વોલિટી ખૂબ જ ઘટી જાય છે. તેથી આજે અમે આપને ક્વોલિટી ડાઉન ના થાય તે રીતે ઇમેજ શેરિંગ શીખવાડીશું.

જે યૂઝર્સ નિયમિતપણે વોટ્સએપ યૂઝ કરે છે તે લોકોએ નોંધ્યું હશે કે જ્યારે તમે કોઇ ઇમેજ સામેની વ્યક્તિને મોકલો છો તો તેને તેવી જ ક્વાલિટી વાળી ઇમેજ સામેના વ્યક્તિને મળતી નથી. વોટ્સએપ તમારા દ્વારા મોકલેલી ઇમેજને કમ્પ્રેસ કરી નાખે છે. તેથી જ તેની ગુણવત્તા પહેલા જેવી રહેતી નથી. પણ શું તમે જાણો છો કે તમે વોટ્સએપ પર હાઇ રિઝોલ્યુશન ઇમેજ પણ મોકલી શકો છો. તમે અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરીને આવું કરી શકો છો.

જો તમે પણ સામે વાળાને એવી જ ગુણવત્તાની તસવીર મળે તેવું ઇચ્છતા હોવ તો તમારી તસવીરને ડોક્યુમેન્ટમાં કન્વર્ટ કરીને મોકલશો તો તે ઇમેજ એવી જ રહેશે. આ ટેકનિક ખૂબ જ સરળ છે. આ માટે નીચેની ટિપ્સ અનુસરો.

સૌ પ્રથમ તમારે જેને તસવીર મોકલવી છે તે વ્યક્તિના ચેટ બોક્સમાં જાઓ. બાદમાં એડ સિમ્બોલ પર ક્લિક કરો અને વિકલ્પ તરીકે ડોક્યુમેન્ટ પસંદ કરો. જે બાદમાં તમને નોન ઇમેજ ફાઇલો પણ દેખાશે.

અહીંયાથી તમે ઇમેજને ડોક્યુમેન્ટ્સમાં કન્વર્ટ કરી હોય તેની પસંદગી કરો. સિલેક્ટ અને શેર કરતાની સાથે જ તમારા તરફથી મોકલવામાં આવેલી તસવીર જેમની તેમ જ તે વ્યક્તિને મળી જશે.

બીજી તરફ કેટલાક એવા રિપોર્ટ્સ પણ પ્રાપ્ત થઇ રહ્યાં છે કે વોટ્સએપ ભાવિમાં એવો વિકલ્પ લાવવાનું પણ વિચારી રહ્યું છે કે જેનાથી યૂઝર હાઇક્વોલિટી તસવીરો શરે કરી શકશે. જો આવું થાય તો તમારે ફોટોગ્રાફ્સને ડોક્યુમેન્ટ તરીકે કન્વર્ટ કરીને મોકલવા નહીં પડે.

Exit mobile version