Site icon Revoi.in

WhatsAppનું Disappearing Messages ફીચર, 7 દિવસ બાદ આપોઆપ ગાયબ થઇ જશે મેસેજ

Social Share

કેલિફોર્નિયા: વિશ્વની સૌથી પોપ્યુલર ચેટ એપ્લિકેશન વોટ્સએપ તેના યૂઝર્સને ધ્યાનમાં રાખીને સતત નવા ફીચર્સ રોલ આઉટ કરતું હોય છે. ગત સપ્તાહે જ વોટ્સએપે Disappearing Messages ફીચર લોન્ચ કરવાની જાણકારી આપી હતી. ફેસબુકની માલિકત્વની કંપનીએ જણાવ્યું હતું કે એક મહિનાની અંદર તમામ એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સને આ નવું ફીચર ઉપલબ્ધ કરાવાશે. વોટ્સએપે હાલમાં બીટા યૂઝર્સ માટે ડીસઅપિયરિંગ મેસેજીસ ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે.

WABetaInfo પ્રમાણે, એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર વોટ્સએપ બીટા યૂઝર્સ હવે આ નવા ફીચરનો ઉપયોગ કરી શકશે. આ ફીચર ધીરે-ધીરે રોલ આઉટ થઇ રહ્યું છે અને હાલ વોટ્સએપ બીટા વર્ઝન 2.20.206.9માં આ ફીચર ઉપલબ્ધ છે. જો કે રોલ આઉટની પ્રક્રિયા ધીમી હોવાથી તમામ બીટા યૂઝર્સ સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે. વોટ્સએપ બીટા યૂઝર્સ એપમાં જઇને ચેક કરી શકે છે કે નવું Disappearing Message ફીચર તેમને હજી સુધી મળ્યું છે કે નહીં. કોન્ટેક્ટ ઇન્ફોમાં જઇને  નવું ફીચર આવ્યું છે કે નહીં તે ચેક કરી શકાય છે.

જો તમારા વોટ્સએપમાં આ ફીચર ઉપલબ્ધ હશે તો તમે આ ફીચર ટર્ન ઓન કરી શકો છો. એકવાર ચાલુ થયા પછી ચેટમાં મોકલેલો કોઇપણ મેસેજ સાત દિવસ પછી આપોઆપ ગાયબ થઇ જશે. જો કે, આવું માત્ર એ મેસેજો માટે થશે જે ફીચર ઓન કર્યા પછી મોકલાયા હોય.

જો કે આ ફીચરની કેટલીક મર્યાદાઓ પણ છે. જેમ કે સાત દિવસ પછી મેસેજ ગાયબ થયા પછી પણ તે નોટિફિકેશન પ્રીવ્યૂમાં દેખાશે. ઓરિજીનલ ટેક્સ મેસેજ ગાયબ થયા પછી પણ ચેટમાં કૉટ કરેલા અને રિપ્લાય કરેલા મેસેજમાં તે ટેકસ્ટ દેખાશે. આ મેસેજ ફોરવર્ડેડ મેસેજ માટે પણ કામ નથી કરતો. અર્થાત્ જો તમે કોઇ ડિસઅપિરયરિંગ મેસેજ ફોરવર્ડ કર્યો છે તો તે ઓરિજીનલ ચેટમાંથી ગાયબ થશે પરંતુ ફોરવર્ડેડ ચેટમાં દેખાશે. તમે ડિસઅપિયરિંગ મેસેજનું બેકઅપ લઈ શકો છો પરંતુ ચેટ રિસ્ટોર થયા પછી પણ તે દેખાશે નહીં.

(સંકેત)