Site icon Revoi.in

તો હવે તમારો ચેટ એક્સપીરિયન્સ બનશે યાદગાર, વોટ્સએપમાં લોંચ થશે આ દમદાર ફીચર્સ

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સના ચેટ અનુભવને વધુ યાદગાર બનાવવા માટે અનેકવિધ ફીચર્સો એડ કરતું રહે છે જેને કારણે તે આજે પણ સૌથી વધુ ડાઉનલોડ થતી ચેટ એપ છે અને એટલી જ લોકપ્રિય પણ છે. હવે WABetaInfoએ કેટલાક અપકમિંગ ફીચર્સ સ્પોટ કર્યા છે. વોટ્સએપ સતત લોકપ્રિયતાના નવા આયામો સર કરી રહ્યું છે.

વોટસએપ કેટલાક ફીચર્સ ટૂંક સમયમાં રજૂ કરવા જઇ રહ્યું છે જે યૂઝર્સના એક્સપીરિયન્સને વધુ શાનદાર બનાવશે. અહીંયા અમે તમને વર્ષ 2022માં લોંચ થનારા કેટલાક સંભવિત ફીચર્સ વિશે જણાવીશું.

WABetaInfo અનુસાર વોટ્સએપમાં ટૂંક સમયમાં કોમ્યુનિટી ફીચર્સ જોવા મળી શકે છે. આ ફીચરથી યૂઝર્સને ગ્રુપની અંદર પણ ગ્રુપ ક્રિએટ કરવાનો ઓપ્શન મળશે.

મેસેજ રિએક્શનનું પણ ફીચર રજૂ થઇ શકે છે. આ ફીચર્સની મદદથી યૂઝર્સ કોઇપણ મેસેજ પર ઇમોજી સાથે રિએક્ટ કરી શકશે. આ ફીચર ટૂંક સમયમાં એપમાં જોવા મળશે. ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામના મેસેજ રિએક્શન જેવું જ આ ફીચર હશે.

ક્યારેક કોઇને ભૂલમાં ખોટો મેસેજ મોકલાય તો તેને ડિલીટ કરવા માટે વોટ્સએપમાં થોડાક સમય પહેલા Disappearing Message ફીચરને લોંચ કરવામાં આવ્યું હતું. આ ફીચર સાથે 7 દિવસ પછી મેસેજ ઑટોમેટિક ડિલીટ થઇ જાય છે. હવે વોટ્સએપમાં આ સમયમર્યાદા વધારીને 90 દિવસ સુધી થાય તેવી સંભાવના છે.

એક રિપોર્ટ અનુસાર, લાસ્ટ સીન ફીચરમાં કેટલાક બદલાવ જોવા મળી શકે છે. જે પ્રમાણે આમાં સિલેક્ટેડ યૂઝર્સ માટે લાસ્ટ સીન હાઇડ કરવાનો ઓપ્શન આપી શકાય છે. અત્યારે તે બધા માટે વિઝીબલ અથા બધા માટે હાઇડ એ રીતે ઓપ્શન છે.