Site icon Revoi.in

વોટ્સએપમાં ડિલીટ થઇ ગયેલી ચેટને આ રીતે કરો રિકવર, ફોલો કરો આ ટિપ્સ

Social Share

નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક એવા વોટ્સએપર પર ક્યારેક કોઇ સાથે ચેટ કરવા દરમિયાન કોઇને ભૂલમાં ખોટો મેસેજ મોકલાઇ જતો હોય છે પરંતુ વોટ્સએપના ડિલીટ મેસેજના ઓપ્શનથી તે મેસેજને સામે વાળા સુધી પહોંચતા રોકી શકાય છે. તે ઉપરાંત ક્યારેક આપણે વોટ્સએપથી મહત્વપૂર્ણ માહિતી દસ્તાવેજો શેર કરીએ છીએ જે ક્યારેક ભૂલમાં ડિલીટ થઇ જતા હોય છે. જો કે વોટ્સએપમાં કેટલાક એવા સ્ટેપ્સ હોય છે જેનાથી ચેટને રિકવર પણ કરી શકાય છે.

જે ચેટ ડિલીટ થઇ ગઇ છે તેને રિકવર કરવા માટે બે સ્ટેપ્સ છે. પ્રથમ, તમે વોટ્સએપ ચેટ બેકઅપ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. તમે થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરી શકો છો, જેમાંથી તમે ચેટ ફરી મેળવી શકો છો.

વોટ્સએપ તમને ઇનબિલ્ટ જ ચેટ્સને સાચવવાની સુવિધા આપે છે. જો તમે આ સુવિધા ચાલુ કરો છો, તો ચેટ ડિલીટ કર્યા પછી પણ તે રિકવર થઇ શકે છે. પરંતુ જો તમે આ સુવિધા ચાલુ નહીં કરો તો, તમને ચેટનો બેકઅપ મળશે નહીં. આ ઉપરાંત, તમે કોઇ ચોક્કસ સમય માટે જ ચેટ બેકઅપનો ઉપયોગ કરી શકો છો. તેથી, સૌ પ્રથમ, તમારે આ સુવિધા ચાલુ કરવી જોઇએ, જેથી મહત્વપૂર્ણ ચેટ રિકવર થઇ શકે.

બીજુ સ્ટેપ એ છે કે, ગૂગલ પ્લે સ્ટોર પર આપને તમામ એવી એપ મળશે, જેના માધ્યમથી ડિલીટ કરેલી ચેટ સરળતાપૂર્વક રિકવર થઇ શકે. આ સ્ટેપ્સ અપનાવીને આપ આસાનીથી કામ કરી શકો છો.

જો કે તજજ્ઞો અનુસાર બને ત્યાં સુધી તમારે વોટ્સએપ માટે કોઇપણ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. આ તમારી ગોપનીયતાને જોખમમાં મૂકી શકે છે. જો કે, જો જરૂરી હોય, તો તમે તેનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરી શકો છો. તેમના મતે, તમારી WhatsApp ચેટને ઇમેઇલ પર સેન્ડ કરીને બચાવી શકો છો.