Site icon Revoi.in

ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે WINDOWS 11, જોવા મળશે નવા ફીચર્સ

Social Share

નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ તેના યૂઝર્સને નવી નવી સુવિધાઓ અને ફીચર્સ પ્રદાન કરવા માટે હંમેશા તત્પર રહે છે અને પ્રતિબદ્વ રહે છે ત્યારે આ મહિને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન વિન્ડોઝ 11 લોન્ચ થઇ શકે છે. આ નવા વિન્ડોઝમાં કેટલાક નવા ફીચર્સ અને યૂઝર ઇન્ટરફેસમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. સમગ્ર વિશ્વમાં WINDOWS ઓપરેટિંગ સિસ્ટમ ખૂબ જ લોકપ્રિય છે. વિન્ડોઝ 10નો પ્રારંભ 2015માં થયો હતો. ત્યારથી અત્યારસુધી વિન્ડોઝ 10 જ ચાલી રહ્યું છે. હવે કંપની ટૂંક સમયમાં નવું સંસ્કરણ લોંચ કરવાની તૈયારીમાં છે.

માઇક્રોસોફ્ટ અનુસાર કંપની 24 જૂનના રોજ નેકસ્ટ WINDOWS લોન્ચ કરશે. જો કે, આ માત્ર હિંટ છે, કારણ કે કંપનીએ અધિકૃત રીતે તેની કોઇ જાહેરાત નથી કરી. નેકસ્ટ જનરેશન વિન્ડોઝની વાત ચાલી રહી છે તે લોકો આશા રાખી રહ્યા છે કે WINDOWS 11 અથવા કોઇ બીજા નામ સાથે નવા ઇન્ટરફેસ સાથે WINDOWSના નવા વર્ઝનને લોન્ચ કરી શકે છે. ગત સપ્તાહે માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ તેને લઇને અણસાર આપ્યા હતા.

આ વખતે કંપની નવી વિન્ડોઝ ઇન્ટરફેસમાં કેટલાક ફેરફાર કરે તેવી સંભાવના છે. આ વખતે સંપૂર્ણપણે ઇન્ટરફેસ બદલવામાં આવે તેવી સંભાવના ઓછી છે. આપણી સામે WINDOWS 8 તેમજ WINDOWS VISTAના ઉદાહરણ છે જે એક રીતે ફ્લોપ ઓપરેટિંગ સિસ્ટમ સાબિત થયા છે. આ જ કારણોસર કંપની દર વર્ષે ઓપરેટિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરતી નથી.

માનવામાં આવી રહ્યું છે કે આ વખતે WINDOWSના નવા વર્ઝનમાં એન્ડ્રોઇડ સિંકનું ફીચર મળી શકે છે. કહેવા માટે તો હાલના WINDOWSમાં પણ આ પ્રકારનું ફીચર છે. જો કે તે કશું કામનું નથી. સ્ટાર્ટ મેનુમાં ફેરફાર જોવા મળે તેવી શક્યતા નહીવત્ છે. જો કે કેટલાક બટન્સ અને આઇકન્સમાં ફેરફાર જોવા મળી શકે છે. આ સિવાય વિજેટ્સ પર પણ ધ્યાન અપાશે. માઇક્રોસોફ્ટ સ્ટોરની ઉપયોગિતા ઓછી હોવાથી તેમાં પણ ફેરફાર સ્થાન લઇ શકે છે.