Site icon Revoi.in

આ રીતે વોટ્સએપથી તમારું કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરો, ફોલો કરો આ સ્ટેપ્સ

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ સિંકજામાં લીધું હતું. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામે હજુ પણ ઝઝુમી રહ્યું છે. જો કે લાંબા સમય બાદ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે. આ પાછળનો યશ વેક્સિનેશનને જાય છે. સમગ્ર દેશમાં વેક્સિનેશનનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશના અમુક કાર્યાલય અને ઓફિસોમાં પણ કોવિડ 19 વેક્સિનેશન પછી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તેથી હવે લોકો પાસે વેક્સિનેશન સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે.

તમે વેક્સિનેશન સર્ટિફિકેટને કોવિન એપના માધ્યમથી પણ ડાઉનલોડ કરી શકો છો પરંતુ તે તમારા માટે થોડુ મુશ્કેલ થઇ શકે છે પરંતુ તમે વોટ્સએપના માધ્યમથી તમે ક્ષણભરમાં વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

ચાલો જાણીએ વોટ્સએપથી તમે કેવી રીતે સર્ટિફિકેટ ડાઉનલોડ કરશો

કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટને ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે વોટ્સએપ મારફતે ફોનમાં 9013151515 નંબર સેવ કરવાનો રહેશે.

આ કર્યા બાદ વોટ્સએપ એકાઉન્ટ પર જઇને આ નંબર ઑપન કરો. આ કોરોના વાયરસ હેલ્પલાઇન નંબર છે. જેને સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યો હતો.

આ બાદ તમારે ચેટમાં Hi લખીને મોકલવાનું રહેશે. જેમાં તમને અમુક વિકલ્પ પ્રાપ્ત થશે. તેમાંથ ડાઉનલોડ સર્ટિફિકેટનો વિકલ્પ પસંદ કરો.

તમે Hi લખવાને બદલે સીધા જ કોવિડ-19 સર્ટિફિકેટ ટાઇપ કર્યા બાદ સેન્ડ કરી શકો છો.

આ બાદ એક ઓટીપી જનરેટ થશે અને તમારા અધિકૃત ફોન નંબર પર મોકલાશે. ઓટીપીની ચેટ બોક્સમાં પોસ્ટ કરીને સેન્ડ કરો.

હવે તમારી પાસે એક મેસેજ આવશે, જેમાં Covid-19 certificate ડાઉનલોડ કરવા માટે 1 ટાઈપ કરવાનો વિકલ્પ મળશે. 1 ટાઈપ કર્યા બાદ સેન્ડ કર્યા પછી Whatsapp એકાઉન્ટ પર Covid-19 વેક્સીનેશન સર્ટિફિકેટ આપને મોકલી દેવામાં આવશે.