Site icon Revoi.in

iPhoneનું સૌથી ઘાંસુ ફીચર, આ ફીચરથી તમે ચોરી-છૂપીથી બીજાની વાતો સાંભળી શકશો

Social Share

નવી દિલ્હી: ટેક દિગ્ગજ એપલ એ વિશ્વની સૌથી લોકપ્રિય સ્માર્ટફોન નિર્માતા કંપની છે. એપલ તેના ફીચર્સ, સિક્યોરિટી, એક્સેસીબલ ફીચર્સ અને બ્રાન્ડ નેમને કારણે જગવિખ્યાત છે અને સમગ્ર વિશ્વમાં મોટા પાયે યૂઝર્સ બેઝ ધરાવે છે. IPhones ખાસ તો તેના દમદાર ફીચર્સ માટે જાણીતા છે. જો કે એક એવું ફીચર પણ છે જેનાથી તમે અજાણ હશો. IPhonesમાં એક એવું ફીચર છે જેનાથી તમે ચોરી છૂપીથી લોકોની વાતો સાંભળી શકો છો.

IPhone યૂઝર્સ માટે એક એવુ ફીચર છે જેની મદદથી તેઓ આરામદાયક રીતે કોઇ અન્યની વાતચીત સાંભળી શકે છે. આ ઘાંસુ સ્પાઇંગ ફીચરનું નામ લાઇવ લિસન છે. આ ફીચરની મદદથી તમે ત્યારે લોકોની વાત સાંભળી શકશે જ્યારે તમે રૂમની બહાર હશો પરંતુ ફોન રૂમમાં જ હશે.

જો કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે એ શરત છે કે તમારી પાસે એરપોડ્સ, એરપોડ્સ પ્રો, એરપોડ્સ મેક્સ, પાવરબીટ્સ પ્રો હોવું આવશ્યક છે. આ ડિવાઇસની સાથે તમારો iPhone એક માઇક્રોફોનની માફક કામ કરશે અને આ ડિવાઇસને સાઉન્ડ મોકલશે.

આ રીતે આ ફીચરનો ઉપયોગ કરો

સૌ પ્રથમ આ ફીચરને તમારા ફોનમાં કંટ્રોલ સેન્ટરમાં એડ કરો

આ માટે iPhoneના સેટિંગ્સમાં જાવ

કંટ્રોલ સેન્ટરના ઑપ્શનને સિલેક્ટ કરો

નીચે સ્ક્રોલ કરો

હિયરિંગ બટનની પાસે આપેલા પ્લસ સાઇન પર ક્લિક કરો

જેમાં કાનન સિમ્બોલ બનેલો હોય

તે ઉપરાંત તમારા Airpods તમારો iPhone સાથે પેયર્ડ હોય અને તમારા કાનમાં લાગેલા હોય

આ રીતે ફીચરનો યૂઝ કરી શકશો