Site icon Revoi.in

ટેક્નોલોજી: હેકર્સથી બચવા ક્રોમમાં આ કામ ન કરશો

Social Share

આજકાલ હેકર્સ લોકો એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તે લોકો તમારી તમામ કામ કરવાની રીત પર નજર રાખી શકે છે. આવામાં જે લોકો દ્વારા જો કોઈ સોફ્ટવેરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી જાય તો હેકર્સ તેનો જોરદાર ફાયદો ઉઠાવી શકે છે. જાણકારી અનુસાર અત્યારે લોકોએ તે વાત જાણવી જરૂરી છે કે હેકર્સના હેકિંગથી કેવી રીતે બચવું જોઈએ.

ઈન્ટરનેટના ઘણા ફાયદા અને ગેરફાયદા પણ છે. આવી સ્થિતિમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. ઘણા લોકો ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. વારંવાર લોકો ગૂગલ ક્રોમમાં વારંવાર લોગ ઇન થવાનું ટાળવા માટે જીમેલ સહિતની સેવાઓના લોગિન આઈડી અને પાસવર્ડ સાચવે છે.

મહેરબાની કરીને નોંઘી લો કે આમ કરવું વપરાશકર્તાને ભારે પડી શકે છે. આવી સ્થિતિમાં, ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતી વખતે, કેટલીક ભૂલો ભૂલીથી પણ ન કરવી જોઈએ, નહીં તો તમે હેકિંગનો શિકાર બની શકો છો.

બની શકો છો હેકિંગનો શિકાર

હાલમાં જ સિક્યોરિટી એક્સપર્ટ કંપની AhnLabએ એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે એક વાયરસ Google Chromeમાંથી તમારું લોગિન આઈડી અને પાસવર્ડ ચોરી શકે છે. વાસ્તવમાં સિક્યોરિટી ફર્મે રેડલાઇન સ્ટીલર નામના માલવેરની ઓળખ કરી છે. આ માલવેર ગૂગલ ક્રોમમાં સેવ કરેલા લોગિન આઈડી અને પાસવર્ડને ચોરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં હેકર્સ આ માલવેર દ્વારા તમારી અંગત વિગતો મેળવી શકે છે. આ સાથે તેઓ બેંકિંગ ફ્રોડ જેવી ઘટનાઓને પણ અંજામ આપે છે.

ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર કોઈ પાસવર્ડ ભૂલીથી પણ સેવ ન કરો. ઉપરાંત, સમયાંતરે તમારો પાસવર્ડ બદલતા રહો. હંમેશા સુરક્ષિત અને સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરો. આ સિવાય મેઈલ, મેસેજ કે વોટ્સએપ પર આવતી કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરો. સુરક્ષા વિના વ્યક્તિગત ડેટા અને અન્ય મહત્વપૂર્ણ ફાઇલોને સાચવશો નહીં.