Site icon Revoi.in

વિશ્વભરમાં સાયબર ક્રાઇમમાં સતત વધારાથી વૈશ્વિક અર્થતંત્રને 1 લાખ કરોડનું નુકસાન

Social Share

નવી દિલ્હી: વિશ્વભરમાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં એટલો વધારો થયો છે કે તેને કારણે વિશ્વના અર્થતંત્રના જીડીપીનો એક ટકો એટલે કે 1 ટ્રિલિયન ડોલર કરતાં વધારે નુકસાન થઇ રહ્યું છે. વર્ષ 2018માં આ નુકસાન 600 બિલિયન ડોલર હતું જે હવે વધીને લગભગ બમણું થઇ ગયું છે.

આ અંગે સાયબર સિક્યોરિટી ફર્મ મેકએમ્ફીએ જણાવ્યું હતું કે અમે સર્વે કરેલી બે તૃત્યાંશ કંપનીઓએ વર્ષ 2019માં કોઇક પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ બની હતી. દરેક ક્રાઇમ દીઠ સરેરાશ તેમને 5 લાખ ડોલરનું નુકસાન થયું હતું.

સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ – CSIS સાથે પાર્ટનરશિપમાં કરવામાં આવેલા આ અહેવાલમાં જણાવાયું હતું કે કંપનીઓને સૌથી મોટું જોખમ બૌદ્વિક સંપદાની ચોરી અને નાણાંકીય નુકસાન થવાનું રહે છે. 75 ટકા સાયબર ક્રાઇમ આ બે બાબતોને લગતાં હતા.

નાણાંકીય નુકસાન ઉપરાંત અન્ય બાબતો વિશે પણ અહેવાલમાં સંશોધન કરવામાં આવ્યું છે. 92 ટકા કંપનીઓએ જણાવ્યું હતું કે તેમના વેપાર પર અન્ય નકારાત્મક અસરો પણ પડી છે. સાયબર ક્રાઇમને કારણે કામના કલાકોનું પણ નુકસાન થાય છે.

બિઝનેસ પર થતા સાયબર એટેકનું પ્રમાણ અને તની આક્રમકતામાં ટેકનિક સુધરવા સાથે વધારો થશે. નવી ટેક્નોલોજીને કારણે જોખમનું પ્રમાણ વધ્યું છે અને હવે ઘરેથી કામ કરવાની ફરજ પડવાથી પણ જોખમમાં વધારો થયો છે.

(સંકેત)