1. Home
  2. Tag "cyber crime"

દેશમાં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં કેસ વધ્યાં, એક વર્ષમાં 32 ટકાનો વધારો નોંધાયો

નવી દિલ્હીઃ દેશમાં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમના ગુના ઝડપથી વધી રહ્યા છે. 2022માં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમના 1,823 કેસ નોંધાયા હતા. જે ગયા વર્ષની સરખામણીમાં 32 ટકા વધુ છે. 2021માં આવા કેસોની કુલ સંખ્યા 1,376 હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના અહેવાલ મુજબ, સાયબર પોર્નોગ્રાફી, અશ્લીલ જાતીય સામગ્રી હોસ્ટ કરવા અથવા પ્રકાશિત કરવાના 1171 […]

અમદાવાદઃ છેતરપીંડીની તપાસ મામલે હાઈકોર્ટે સાયબર ક્રાઈમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી

અમદાવાદઃ સોશિયલ મીડિયા મારફતે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા પડીને છેતરપીંડી આચરવાના કેસમાં સાયબર ક્રાઈમના ગુનામાં સાઈબર ક્રાઈમની તપાસ સામે રાજ્યની વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી. બે વર્ષ પહેલા થયેલી અરજીની યોગ્ય કાર્યવાહી નહીં કરવા મામલે કોર્ટમાં અરજી થઈ હતી. જેમાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને તપાસનો રિપોર્ટ રજુ કરવા માટે તપાસનીશ એજન્સીને નિર્દેશ કર્યો […]

સાયબર ક્રાઈમના અંડર કવર ઓફિસર તરીકેની ઓળખ આપીને રોફ જમાવતો યુવાન ઝબ્બે

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાંથી પોલીસ અધિકારીના સ્વાંગમાં રોફ જમાવનાર યુવાનને અસલ પોલીસે ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. યુવાન સાયબર ક્રાઈમના અંડર કવર ઓફિસર તરીકે ઓળખ આપતો હતો. તેમજ ઉચ્ચ અધિકારીના સ્વાંગમાં વિવિધ સેમિનારમાં પણ ઉપસ્થિત રહેતો હતો. એટલું જ નહીં તેણે પોતાના ઘરના દરવાજા ઉપર સાયબર ક્રાઈમ ગુજરાત પોલીસનું બોર્ડ […]

સુરત સાયબર ક્રાઈમના ચાર જવાનો સામે ઉત્તરપ્રદેશમાં નોંધાયો ગુનો

અમદાવાદઃ સાઈબર ક્રાઈમના ગુનાની તપાસમાં ઉત્તરપ્રદેશ ગયેલી સુરત સાયબર ક્રાઈમની ટીમે ગાઝીયાબાદથી એક આરોપીની અટકાયત કરી હતી. જો કે, સ્થાનિક કોર્ટમાં ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ નહીં મેળવ્યાં હોવાથી તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉત્તરપ્રદેશની વિજયનગર પોલીસે સ્થાનિક અદાલતના આદેશ અનુસાર સુરત સાયબર ક્રાઈમના અધિકારીઓ સામે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસની અટકાયત બાદ આરોપીની પત્નીએ કોર્ટમાં […]

ગુજરાતઃ સાઈબર ક્રાઈમના ગુના અટકાવવા 15 જિલ્લામાં ક્રાઈમ પોલીસ સ્ટેશન ઉભા કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધતાની સાથે લોકો હવે ઓનલાઈન ટ્રાન્જેક્શન કરતા થયા છે. બીજી તરફ ઠગો નવી-નવી તરકીબ અજમાવીને લોકો સાથે ઠગાઈ આચરી રહ્યાં છે. આમ સાઈબર ક્રાઈમના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારે સાઈબર ક્રાઈમના બનાવો અટકાવવા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકારના ગૃહવિભાગે સાઈબર ક્રાઈમના ગુના અટકાવવા માટે 15 […]

અમદાવાદઃ મોબાઈલ ફોનના IMEI નંબર બદલવાના રેકેટનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં ગુનેગારો પણ હાઈટેક થયાં છે, જેના પરિણામે સાઈબર ક્રાઈમના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ શહેરમાંથી સાઈબર ક્રાઈમની ટીમે મોબાઈલ ફોનનો આઈએઈઆઈ નંબર બદલવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એક શખ્સને ઝડપી લીધો હતો. સમગ્ર રેકેટ સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંક્યાં હતા. દેશ વિરોધીતત્વો આવા ફોનનો ઉપયોગ મોટા ગુનાને અંજામ આપી શકે છે. […]

5G સેવાઓના પ્રારંભ બાદ સાયબર ક્રાઈમના ગુનામાં વધારાની ગોવા DGPએ આશંકા વ્યક્ત કરી

મુંબઈઃ 5G સેવાઓની રજૂઆત સાથે રાજ્યમાં સાયબર ગુનાઓ વધશે. તેવી આશંકા ગોવાના ડીજીપી જસપાલ સિંહે વ્યક્ત કરી હતી. ગોવા પોલીસ આઈડિયાથોન-2022માં બોલતા ડીજીપીએ કહ્યું કે, 5G સેવાઓ શરૂ થયા બાદ મોટી સંખ્યામાં ઉપકરણો હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા સાથે જોડાશે, તેથી સાયબર ગુનાઓ વધવાની શક્યતા છે. ગોવાના ડીજીપી જસપાલ સિંહના નેતૃત્વમાં કાયદા અમલીકરણ એજન્સીઓ માટે 5જી ટેક્નોલોજી […]

હેકર્સનો ઉપદ્રવ વધ્યોઃ પીએફના 28 કરોડથી વધારે એકાઉન્ટ હોલ્ડરની માહિતી લીક ?

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી હેકર્સોનો ત્રાસ વધ્યો છે. દરમિયાન પ્રૉવિડેન્ટ ફન્ડના 28 કરોડથી વધારે અકાઉન્ટ હોલ્ડરની માહિતી લીક થયાનું જાણવા મળે છે. રિપૉર્ટ અનુસાર PFની વેબસાઈટના વિવિધ એકાઉન્ટની માહિતી એકાદ મહિનાથી લીક થઈ રહ્યાંનું એક સાઈબર સિક્યોરિટી રિસર્ચરમાં સામે આવ્યું છે. બે આઈપી એડ્રેસ મારફતે ટેડા હેકીંગ કરાયાનું સામે આવ્યાં બાદ ઇન્ડિયન કૉમ્પ્યૂટર […]

સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા 475 લોકોને 76 લાખ રૂપિયા પરત અપાવ્યાં

અમદાવાદઃ નવી નવી ટેકનોલોજીના વિકાસ સાથે ઓનલાઈનનું ચલણ વધી રહ્યું છે, સાથે જ ઓનલાઈન ફ્રોડના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકોને છેતરતી ગેન્ગ સામે સાઈબર ક્રાઈમ પણ એલર્ટ બની છે. સાઈબર ફ્રોડના ભોગ બનેલા 475 લોકોના સ્ટેટ સાઇબર ક્રાઈમ પોલીસે 76 લાખ રૂપિયા પરત અપાવ્યા છે, જ્યારે 58 કરોડથી વધુ રકમ બ્લોક કરી છે. […]

અમદાવાદઃ હાઈટેક ગુનેગારોએ વેપારીનું સીમકાર્ડ ક્લોન કરીને બેંકમાંથી 2.39 કરોડ ઉપાડી લીધા

અજાણ્યા શખ્સોએ બેંકમાંથી 28 ટ્રાન્ઝેક્શન કર્યાં ખાતામાંથી કરોડોના વ્યવહાર થયાનું સામે આવ્યું અમદાવાદઃ ગુજરાતમાં સાઈબર ક્રાઈમના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે અને ગુનેગારો પણ વધારે હાઈટેક થઈ ગયા છે, નવી-નવી તકનીકો અજમાવીને ગુનાને અંજામ આપે છે. દરમિયાન અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મકરબા વિસ્તારના વેપારીના મોબાઈલ ફોનનું સીમકાર્ડ અજાણ્યા શખ્સોએ ક્લોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code