1. Home
  2. Tag "cyber crime"

સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા 475 લોકોને 76 લાખ રૂપિયા પરત અપાવ્યાં

અમદાવાદઃ નવી નવી ટેકનોલોજીના વિકાસ સાથે ઓનલાઈનનું ચલણ વધી રહ્યું છે, સાથે જ ઓનલાઈન ફ્રોડના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકોને છેતરતી ગેન્ગ સામે સાઈબર ક્રાઈમ પણ એલર્ટ બની છે. સાઈબર ફ્રોડના ભોગ બનેલા 475 લોકોના સ્ટેટ સાઇબર ક્રાઈમ પોલીસે 76 લાખ રૂપિયા પરત અપાવ્યા છે, જ્યારે 58 કરોડથી વધુ રકમ બ્લોક કરી છે. […]

અમદાવાદઃ હાઈટેક ગુનેગારોએ વેપારીનું સીમકાર્ડ ક્લોન કરીને બેંકમાંથી 2.39 કરોડ ઉપાડી લીધા

અજાણ્યા શખ્સોએ બેંકમાંથી 28 ટ્રાન્ઝેક્શન કર્યાં ખાતામાંથી કરોડોના વ્યવહાર થયાનું સામે આવ્યું અમદાવાદઃ ગુજરાતમાં સાઈબર ક્રાઈમના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે અને ગુનેગારો પણ વધારે હાઈટેક થઈ ગયા છે, નવી-નવી તકનીકો અજમાવીને ગુનાને અંજામ આપે છે. દરમિયાન અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મકરબા વિસ્તારના વેપારીના મોબાઈલ ફોનનું સીમકાર્ડ અજાણ્યા શખ્સોએ ક્લોન […]

નાણાકીય વર્ષ 2022માં UPI પરના વ્યવહારો એક ટ્રિલિયન ડોલરને પારઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા (સાયબર ક્રાઈમથી આઝાદી – સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ) પરની રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આજના યુગમાં સાયબર સુરક્ષા વિના ભારતના વિકાસની કલ્પના કરવી શક્ય નથી. જો આપણે સાયબર સુરક્ષા સુનિશ્ચિત નહીં કરીએ […]

ગુજરાતમાં સાઈબર ક્રાઈમના 5 હજાર જેટલા કેસમાં 4500થી વધુ આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ  છેલ્લા કેટલાક વર્ષમાં ડિજિટલ ઈકોનોમીની શરૂઆત થઇ છે. જેમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ડિજિટલ ઈકોનોમી હોવાથી સ્વાભાવિક રીતે ડિજિટલ ક્રાઈમ થવાની શક્યતાઓ વધતી હોય છે. સાયબર વોરફેરની આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા માટે ગુજરાત પણ સજ્જ થયું છે. તેમ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમારે જણાવ્યું હતું. દરમિયાન રાજ્યના પોલીસ વડા આશિષ […]

ગૃહ મંત્રાલયે @Cyber Dost ટ્વિટર હેન્ડલ લૉન્ચ કર્યું – સાયબર ક્રાઈમ થતા અટકશે

 ગૃહ મંત્રાલયે @Cyber Dost ટ્વિટર હેન્ડલ કર્યું લૉન્ચ  આના થી હવે સાયબર ક્રાઈમ થતા અટકશે દિલ્હીઃ- દેશભરમાં જે રીતે ટેકનોલોજીનો વિકાસ થR રહ્યો છે તેજ રીતે તેની સામે તેનો દૂરઉપયોગ પણ વધી રહ્યો છે આ સાથે જ સાયબર ક્રાઈમની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે,અનેક વખત ટ્વિટર હેન્ટલ હેક થવાથી લઈને ડેટા ચોરી થવાની ઘટનાઓ […]

ઓનલાઈન ગેમ્સ મનોરંજનના નામે જુગાર રમાડવાનો જુગાડ ?

(દીપક દરજી) અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જુગાર ઉપર પ્રતિબંધ છે અને તીનપત્તી સહિતના પત્તાનો જુગાર, વર્લીમટકુ અને ક્રિકેટ સટ્ટા સહિતના જુગારના કેસ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા દરોડા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આધુનિક અને હાઈટેકના જમાનામાં જુગાર પણ નવા સ્વરૂપમાં રમાઈ રહ્યો છે, અનેક કંપનીઓએ મનોરંજનના નામે ઓનલાઈન ગેમ્સ એપ્લિકેશન લોન્ચ કરી […]

દિલ્હીઃ કોરોનાકાળમાં સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો, ગુનાખોરી ડામવા પોલીસે બનાવ્યો એકશન પ્લાન

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન લોકોની જરૂરિયાત બની ગયો છે. તેમજ હવે લોકો સ્માર્ટફોનની મદદથી ઓનલાઈન બેંકીગ અને ઓનલાઈન પેમેન્ટની સુવિધાઓનો ઉપયોગ કરતા થઈ ગયા છે. બીજી તરફ સાયબર ઠગો પણ સક્રીય થયાં છે. દિલ્હીમાં કોરોનાની બીજી વેવ દરમિયાન દિલ્હીમાં સાયબર ક્રાઈમ વધ્યા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. દિલ્હીમાં ગુનાખોરીને ડામવા માટે એક્શન […]

FRAUD: નકલી ક્રિપ્ટો કરન્સી ઉભી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા આરોપી ઝડપાયા

ક્રિપ્ટોમાં રોકાણ કરતા પહેલા ચેતી જજો ખોટું રોકાણ અને મોટું આર્થિક નુક્સાન સાયબર ક્રાઈમની ટીમએ ઠગાઈ કરનારી ગેંગ ઝડપી સુરત: આજ કાલ ક્રિપ્ટો કરન્સીમાં લોકોને ટ્રેડ કરવું વધારે ગમતું હોય છે. લોકો શેરબજારની સાથે સાથે ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કરવા લાગ્યા છે પરંતુ આ કોઈ હાર્ડ કરન્સી નથી. ક્રિપ્ટો કરન્સીમાં આર્થિક નુક્સાનનું જોખમ પણ રહેલું છે. […]

સાઈબર ક્રાઈમના ગુનાઓ ઉકેલવા માટે પોલીસ સ્ટાફને નિષ્ણાતો દ્વારા અપાઈ તાલીમ

અમદાવાદ :  ટેકનોલોજીના વિકાસની સાથે સાથે સાયબર ક્રાઈમના ગુનાઓ પણ વધતા જાય છે. તેથી પોલીસે પણ સાઈબર ક્રાઈમના ગુનાઓ ઉકેલવા માટે ટેકનોલોજીના જાણકાર થવું પડે છે, અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હવે વધુ ટેક્નોસેવી બની રહ્યા છે. સાયબર સિક્યોર યુઝર નામના એક પ્રોગ્રામમાં 16 જેટલા પોલીસ સબ ઇન્સ્પેકટરોએ ભાગ લીધો હતો. જેમા એથીકલ હેકિંગથી […]

સોશિયલ મીડિયા મારફતે કિંમતી ભેટ આપવાના બહાને ઠગાઈ આચરનારી ગેંગ ઝબ્બે

અમદાવાદઃ પંચમહાલમાં એક વ્યક્તિ સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવીને લોભામણી લાલચ આપીને લાખોની ઠગાઈ આચરનારી ગેંગને પોલીસે ગુરૂગ્રામથી ઝડપી લીધી હતી. ગેંગની બે મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ આરંભી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના હાલોલમાં રહેતા એક વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપિંડી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code