1. Home
  2. ગુજરાતી
  3. ગૃહ મંત્રાલયે @Cyber Dost ટ્વિટર હેન્ડલ લૉન્ચ કર્યું – સાયબર ક્રાઈમ થતા અટકશે
ગૃહ મંત્રાલયે @Cyber Dost ટ્વિટર હેન્ડલ લૉન્ચ કર્યું  – સાયબર ક્રાઈમ થતા અટકશે

ગૃહ મંત્રાલયે @Cyber Dost ટ્વિટર હેન્ડલ લૉન્ચ કર્યું – સાયબર ક્રાઈમ થતા અટકશે

0
Social Share
  •  ગૃહ મંત્રાલયે @Cyber Dost ટ્વિટર હેન્ડલ કર્યું લૉન્ચ 
  • આના થી હવે સાયબર ક્રાઈમ થતા અટકશે

દિલ્હીઃ- દેશભરમાં જે રીતે ટેકનોલોજીનો વિકાસ થR રહ્યો છે તેજ રીતે તેની સામે તેનો દૂરઉપયોગ પણ વધી રહ્યો છે આ સાથે જ સાયબર ક્રાઈમની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે,અનેક વખત ટ્વિટર હેન્ટલ હેક થવાથી લઈને ડેટા ચોરી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે જો કે હવે ગૃહમંત્રાયલે આ બાબતને પહોંચી વળવાનો એક નવો માર્ગ શઓધી લીધો છે.

મહત્વપૂર્ણ અને સહાયક પગલાં લેવા માટે જાણીતી, મોદી સરકારે સાયબર ક્રાઇમને રોકવા માટે જાગૃતિ ફેલાવવા માટે ઘણા પગલાં લીધાં છે. MHA એ સાયબર ક્રાઈમ નિવારણ અંગે જાગૃતિ ફેલાવવા @Cyberdost Twitter હેન્ડલ લોન્ચ કર્યું છે અને ટૂંકી વિડીયો, ઈમેજીસ અને ક્રિએટીવ દ્વારા 1066 થી વધુ સાયબર સેફ્ટી ટીપ્સ ટ્વીટ કરી છે. તેના 3.64 લાખથી વધુ ફોલોઅર્સ છે.

ઉલ્લેખનીય છે કે @Cyber Dost ટ્વિટર હેન્ડલ દ્રારા શોર્ટ વીડિયો તેમજ ફોટોના માધ્યમથી 1 હજાર 66 થી વધુ સાયબર સુરક્ષાની પદ્ધતિઓ શેર કરવામાં આવી છે. આ ટ્વિટર હેન્ડલના 3.64 લાખથી વધુ ફોલોઅર્સ છે.દરેક લોકો તેનો ઉપયોગ કરીને સાયબર ક્રાઈમથી બચી શકે છે આ રીતે હવે સાયબરની ઘટનાઓને સાયબર દોસ્ત મદદ કરીને ગુનાહિત કાર્યોને અટકાવશે.

ઉલ્સાલેખનીય છે કે આ યબર ક્રાઈમ વિશે જાણકારી આપવા માટે 100 કરોડથી વધુ SMS મોકલાયા છે. સાયબર ક્રાઈમ રોકવા માટે અને સાયબર સુરક્ષા ટિપ્સ માટે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર શરૂ થયો છે,તેનો સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવામાં આવ્યો. સાથે જ વિદ્યાર્થીઓ માટે ખાસ હેન્ડબુક પણ રજૂ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા થકી થઈ રહ્યો છે પ્રચાર

Twitter –  https://twitter.com/Cyberdost
Facebook – https://www.facebook.com/CyberDost/4C
Instagram – https://www.instagram.com/cyberdosti4c
Telegram – https://t.me/cyberdosti4c

જાણો સાયરબ ક્રાઈનમે લઈને શું શું પગલા લેવાયા?

  • ‘સાયબર સિક્યોરિટી પર કિશોરો/વિદ્યાર્થીઓ માટે હેન્ડબુક’ પ્રકાશિત કરી.
  • દિલ્હી મેટ્રોને નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ અને નેશનલ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ‘1930* જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે.
  • આ સાથે જ ધોરણ 6 થી 12 સુધીના તમામ પ્રવાહો માટે અભ્યાસક્રમમાં સાયબર સુરક્ષા અને સાયબર સ્વચ્છતાનો સમાવેશ કરવા શિક્ષણ મંત્રાલયને વિનંતી કરી. કેન્દ્ર/રાજ્ય/યુટી સ્તરે તમામ CBSE શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓને મૂળભૂત જાગૃતિ પ્રદાન કરવા.
  • સરકારી અધિકારીઓની માહિતી માટે ‘માહિતી સુરક્ષા શ્રેષ્ઠ પ્રેક્ટિસ’નું પ્રકાશન.
  • વિવિધ રાજ્યોમાં પોલીસ વિભાગના સહયોગથી C-DAC દ્વારા સાયબર સુરક્ષા અને સુરક્ષા જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
  • નિવારક પગલાં તરીકે, 14C એ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, મંત્રાલયો/વિભાગો સાથે 148 સાયબર ક્રાઇમ એડવાઇઝરી શેર કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code