Site icon Revoi.in

તાલિબાન પર તવાઇ, હવે વોટ્સએપ, ફેસબૂક અને યૂટ્યુબ પર પ્રતિબંધ

Social Share

નવી દિલ્હી: તાલિબાનના અફઘાનિસ્તાનમાં હાહાકાર બાદ અમેરિકાએ પણ તાલિબાનને આતંકી સંગઠન માન્ય બાદ ફેસબૂક તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તાલિબાનીઓ પર તવાઇ કરી છે.

ફેસબૂકે કહ્યું હતું કે, તે તાલિબાનના વોટ્સએપ ખાતા પર પણ પ્રતિબંધ લગાવવા જઇ રહ્યાં છે. કેમ કે તે આને આતંકી સંગઠન માને છે. મેસેજિંગ પ્લેટફોર્મ પર તાલિબાનને રોકવા માટે ફેસબૂક અફઘાનિસ્તાનના જાણકારોની મદદ લેશે. ફેસબુકે તાલિબાનને ડેન્ઝરસ ઓર્ગેનાઇઝેશન પોલિસીઝ હેઠળ પોતાની તમામ સેવાઓ પર બેન લગાવી દીધો છે. તાલિબાને કંપનીના આ પગલાંનો વિરોધ કર્યો છે.

કંપનીએ કહ્યું કે, અમેરિકન કાયદા હેઠળ તાલિબાન આતંકી સંગઠન તરીકે પ્રતિબંધિત છે. આના ચાલતા કંપનીએ અમેરિકન પ્રતિબંધોને માનવા પડશે. આમાં એ ખાતાઓ પર પણ પ્રતિબંધ લગાવવાનો સામેલ છે જે ખુદ તાલિબાનના સત્તાવાર ખાતા તરીકે પ્રસ્તુત કરે છે. અમે અમેરિકન અધિકારીઓ પાસેથી અફઘાનિસ્તાનના બદલાયેલી સ્થિતિ અંગે જાણકારી માંગી રહ્યા છીએ.

તાલિબાન અથા તેમની તરફથી બનાવાયેલા ખાતાઓને ડિલીટ કરાશે અથા તેના વખાણ, સમર્થન કે પ્રતિનિધિત્વ પર પ્રતિબંધ લગાવાશે. ફેસબૂકે કહ્યું કે નીતિ તૈયાર કરવા માટે દરી અને પશ્તો બોલનારા જાણકારોની મદદ લેવાશે. આ નીતિ તેમના તમામ પ્લેટફોર્મ્સ પર લાગુ થશે.

ફેસૂબૂકે કહ્યું, તેમના મંચ પર તાલિબાન અને તેમનું સમર્થન કરનારી સામગ્રીને પ્રતિબંધિત કરી દેવામાં આવશે. કેમ કે તે આ ગ્રૂપને આતંકી સંગઠન માને છે. કંપનીનું કહેવું છે કે તેમની પાસે વિદ્રોહી ગ્રુપોથી સંબંધિત સામગ્રી પર નજર રાખવા અને તેને હટાવવા માટે અફઘાન વિશેષજ્ઞોની એક સમર્પિત ટીમ છે.

Exit mobile version