Site icon Revoi.in

બદલાઇ જશે વોટ્સએપની ડિઝાઇન, ઇન્ટરફેસ પણ બદલાઇ જશે

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને કંઇકને કંઇક નવીન આપવા માટે સતત તેના ફીચર્સમાં બદલાવ કરતું હોય છે. હવે તે પોતાની ડિઝાઇનમાં પણ ફેરફાર કરે તેવી સંભાવના છે.

વોટ્સએપ હવે થોડાક સમયમાં જ યૂઝર્સ માટે ઇન્ટરફેસમાં બદલાવ કરશે તેવી માહિતી છે. એક રિપોર્ટ પ્રમાણે વોટ્સએપ પોતાના એપના UIમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે બદલાવ કરવાનું છે. વોટ્સએપ ચેટ સેલ્સ વચ્ચે રહેલ સેપરેટ લાઇન્સને હટાવી દેશે.

એક સ્ક્રીનશોટમાં દર્શાવ્યું છે કે, UI ત્યારે દેખાશે જ્યારે આ ફીચરને લાગૂ કરી દેવામાં આવશે. હજુ વોટ્સએપ ચેટ્સને પાતળી લાઇન્સથી સેપરેટ કરવામાં આવી રહી છે. આ અપડેટ બાદ આ લાઇન્સને હટાવી દેવામાં આવશે.

અગાઉ ફેસબૂકના CEOએ કન્ફર્મ કર્યું હતું કે, વોટસએપ માટે નવા ફીચર્સ આવશે. મલ્ટી ડિવાઇઝ સપોર્ટ ફીચરને પણ રજૂ કરવાની વાત કરવામાં આવી છે. હવે આ અપડેટ ક્યારે આવે છે તેની જાણકારી હજુ મળી નથી.

અત્યારસુધી વોટ્સએપ પર જ્યારે કોઇ ફોટો મોકલવામાં આવતો હતો તો તેનું પ્રીવ્યૂ વર્ગાકાર શેપમાં જોવા મળતું હતું. એટલે કે ફોટો લાંબો છે તો પ્રીવ્યૂમાં તે કપાતો હતો. ફોટાને આખો જોવા માટે તેને ઓપન કરવો પડતો હતો. પરંતુ હવે તમે ફોટો ડાઉનલોડ કર્યા બાદ ખોલ્યા વગર પણ જોઇ શકશો. તસવીર જે સાઇઝની હશે તેનું પ્રીવ્યૂ પણ તેનું જ જોવા મળશે.

તે ઉપરાંત આ ફીચર વીડિયો માટે પણ જારી કરવામાં આવ્યું છે. વોટ્સએપે આ ફીચરને iOS યૂઝર્સ માટે ગત મહિને એપ સ્ટોરમાં અપડેટ વર્ઝન 2.21.71ની સાથે રજૂ કર્યો હતો. એવું લાગે છે કે આ સુવિધા દરેક વોટ્સએપ યૂઝર્સ માટે ઉપલબ્ધ થઇ ગઇ છે.