Site icon Revoi.in

આગામી મહિને વિન્ડોઝનું અપગ્રેડેડ વર્ઝન Window 10X થઇ શકે છે લોન્ચ

Social Share

નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ સતત તેના યૂઝર્સને નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે અને હવે આ જ દિશામાં માઇક્રોસોફ્ટ ટૂંક સમયમાં વિન્ડોનું અપડેટેડ વર્ઝન Windows 10Xને ‘The New Window’ નામથી લોન્ચ કરી શકે છે. માઇક્રોસોફ્ટ ટિપસ્ટર વોકિંગ કેટના જણાવ્યા અનુસાર માઇક્રોસોફ્ટ પોતાના નવા વિન્ડો વર્ઝનનું નામ Windows 10X અથવા તો ‘The New Window’ રાખી શકે છે. જો કે નવા વિન્ડોની રિલીઝ ડેટને લઇને હજુ અનિશ્વિતતા છે. જો કે માર્ચ કે એપ્રિલ 2021 સુધીમાં તેની ઘોષણા થઇ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Windows 10Xનું માર્કેટિંગ નામ ‘The New Window’ હશે.

માઇક્રોસોફ્ટ પહેલા વિચારી રહ્યું હતું કે આ ઓપરેટિંગ સિસ્ટમ માત્ર ડ્યૂઅલ સ્ક્રીનવાળા ડિવાઇઝ માટે બનાવશે પરંતુ બાદમાં તેમાં ફેરફાર કરીને સિંગલ સ્ક્રીન કરી દેવામાં આવ્યું છે.

Windows 10X Microsoftનું અત્યારસુધીનું સૌથી આધુનિક ટેક્નોલોજી ધરાવતું વિન્ડો હશે. આ વર્ઝનમાં અપડેટ તેમજ મેન્ટેનન્સ સરળ હશે અને તે હેકિંગના મામલામાં પોતાના પૂર્વ મોડલથી વધુ પ્રતિરોધક હશે. તેમાં ટેબ્લેટ જેવું સ્ટાર્ટ મેન્યૂ જેવા નવા ફીચર મળશે જે માત્ર મોડર્ન યુનિવર્સલ વિન્ડો પ્લેટફોર્મ સ્ટોર એપ અને પ્રોગ્રેસિવ વેબ એપ પર કામ કરશે.

જો કે પૂર્વ મોડલના કમ્પેટિબલ Win32 એપ્સ પણ તેની પર ઓપરેટ થશે પરંતુ તેનું પર્ફોમન્સ પહેલા જેવું નહીં રહે. ઑક્ટોબર 2020ના એક રિપોર્ટ અનુસાર Windows 10Xમાં 2021માં મોટા ફેરફાર કરવામાં આવશે અને તેનું એક નવા ઇન્ટરફેસની સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે, જેનું નામ સન વૈલી છે.

વિભિન્ન સૂત્રોનુસાર, માઇક્રોસોફ્ટ એપ્રિલ કે મે મહિનામાં ડેવલપર્સ કોન્ફરન્સ દરમિયાન વિન્ડોઝ માટે નવું શું છે ઇવેન્ટનું આયોજન કરે તેવી શક્યતા છે.

(સંકેત)