Site icon Revoi.in

ટેક્નોલોજી: હવે ફીચર ફોન પર મફત મળશે મોબાઇલ બેન્કિંગ સુવિધા

Social Share

ટેક્નોલોજીને લઈને આજના સમયમાં કહેવામાં આવે છે કે ટેક્નોલોજી અને સુરક્ષા એ જેટલી હોય એટલી ઓછી કહેવાય, એટલે કે મુખ્ય વાત એ છે કે અત્યાર સુધી સ્માર્ટફોનમાં નેટ બેન્કિંગ અને બેન્કિંગની સુવિધાઓ મળે તેવું સાંભળ્યું હશે પરંતુ હવે ફીચર ફોનમાં પણ આ પ્રકારની સુવિધાઓ મળશે. USSD Fee એક એવી ફી છે, જે ફીચર મોબાઇલ ફોન યુઝર્સને પણ ઇન્ટરનેટ કનેક્શન વિના મોબાઇલ બેંકિંગ અને પેમેન્ટ કરવા જેવી સુવિધા આપે છે. આ સુવિધાની મદદથી તમે ઇન્ટરનેટ વિના પણ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

TRAIએ કહ્યું છે કે મોબાઈલ બેંકિંગ અથવા પેમેન્ટ સર્વિસીઝ માટે ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારની USSD ફી લેવામાં આવશે નહીં. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ડિજિટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ યુએસએસડી મેસેજ પર લગાવવામાં આવતા ચાર્જને નાબૂદ કરી દીધો છે. USSD ફી મોટાભાગે ફીચર ફોન યુઝર્સ દ્વારા મોબાઈલ બેન્કિંગ અને પેમેન્ટ સર્વિસથી થતાં વ્યવહારો માટે કરવામાં આવે છે. યુએસએસડી એક મોબાઈલ શોર્ટ કોડ છે જેનો ઉપયોગ ફીચર ફોન પર પણ નાણાકીય અને બેંકિંગ વ્યવહારો માટે થાય છે.

ટ્રાઈએ ગુરુવારે તાત્કાલિક અસરથી USSD એટલે કે અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસીસ ડેટા અપડેટ પર લાગતા ચાર્જને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. યુએસએસડી ઇન્ટરનેટ કનેક્શન વિના મોબાઇલ ફોન પર મેસેજ મોકલે છે. આ ટેક્સ્ટ મેસેજ અન્ય SMS કરતાં અલગ હોય છે. ટેલિકોમ કંપનીઓ કૉલ અથવા SMS બાદ યુઝર્સને તેમના બેલેન્સ અંગે એલર્ટ કરવા માટે ઘણી વખત યુએસએસડી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મેસેજ મોકલે છે. અત્યાર સુધી આ ચાર્જ પ્રતિ USSD મેસેજ 50 પૈસા હતો.