Site icon Revoi.in

તેલંગાનાની માનસા વારાણસીએ મિસ ઇન્ડિયા 2020 નો ખિતાબ જીત્યો

Social Share

મુંબઇમાં ગઇકાલે એટલે કે બુધવારે મિસ ઇન્ડિયા 2020 નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. આ દરમિયાન તેલંગાનાની માનસા વારાણસીને મિસ ઇન્ડિયા 2020 નો તાજ પહેરાવવામાં આવ્યો છે.ફેમિના મિસ ઇન્ડિયાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીએલસીસી ટોપ 3 વિજેતાઓના નામની ઘોષણા કરવામાં આવી છે. ટોપ ૩ માં આ વર્ષે મિસ ઇન્ડિયા 2020 નો ખિતાબ માનસા વારાણસીએ જીત્યો છે. તો માન્યા સિંહ અને મનિકા શિયોકંડ ફર્સ્ટ અને સેકન્ડ રનર-અપ રહી. આ શો દરમિયાન તમામ સ્પર્ધકો ઉત્સાહિત જોવા મળ્યા હતા.

મિસ ઇન્ડિયાની વિજેતા માનસા વારાણસી 23 વર્ષની છે. અને તે હૈદરાબાદની છે. તે મિસ તેલંગાનાની વિજેતા પણ રહી ચૂકી છે. તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેણે ગ્લોબલ ઇન્ડિયનથી સ્કૂલ પૂર્ણ કરી છે. જ્યારે વસવી કોલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. માનસા એક FIX સર્ટિફિકેશન એન્જિનિયર તરીકે કામ કરે છે. માનસાને પુસ્તકો વાંચવાનો, સંગીત, ડાન્સ યોગા જેવી વસ્તુઓ પસંદ છે.

COVID-19 મહામારીને કારણે મિસ ઇન્ડિયાના ઇતિહાસમાં પહેલીવાર, સ્પર્ધાની આખી પ્રક્રિયા ડિજિટલ રીતે આયોજિત કરવામાં આવી હતી. આ મિસ ઇન્ડિયા 2020નું 57મુ ઓડીશન હતું.

VLCC ફેમિના મિસ ઇન્ડિયા 2020 નો ગ્રાન્ડ ફિનાલે મુંબઇના પ્લશ હોટલ ખાતે યોજાયો હતો. વાણી કપૂર, ચિત્રાંગદા સિંહ, નેહા ધૂપિયા, અપારશક્તિ ખુરાના અને પુલકિત સમ્રાટ જેવા ઘણા દિગ્ગજ સ્ટાર્સ આ કાર્યક્રમમાં જોડાયા હતા. અપારશક્તિ ખુરાનાએ તેને હોસ્ટ કર્યું હતું, જ્યારે નેહા ધૂપિયા આ મેગા ઇવેન્ટની સત્તાવાર પ્રસ્તુતકર્તા રહી.