Site icon Revoi.in

ટેલી સ્ટાર રવિ દુબેનું જોરદાર ટ્રાન્સફર્મેશન – માત્ર 1 મહિનામાં કોઈ સપ્લિમેન્ટ અને પ્રોટીન વિના 10 KG વેઈટલોસ કર્યો

Social Share

 

મુંબઈઃ બોલિવૂડ જગત સાથે જોડાયેલા સેલેબ્સ પોતાની ફીટ રાખવામામ કોઈ કસર બાકી રાખતા નથી, કેટલાક સ્ટાર્સની પર્સનાલીટીના ચાહકો દિવાના હોય છે,જો કે ફીટ રહેવાને મામલે તેમણે ઘણી સખ્ત મહેનત કરવી પડતી હોય છે ત્યારે ફિટનેસની પસંદને લઈને તે ચાહકના ફેન્સ બને છે.

તાજેતરમાં જ ટીવીના જાણીતા સ્ટાર રવિ દુબેએ એક મહિનામાં  પોતાની જાતને બદલી નાખી છે તેઓ હવે વધુ ફિટ જોવા મળ્યા છે,આ સાથે તેમણે સોશિયલ મીડિયા પર પોતાનામાં કરેલા ટ્રાન્ફરમેશનના ફોટો પણ શેર કર્યા છે, જે ને ફેન્સનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

રવિ દુબેના ફોટો પર ચાહકો ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યા છે. રવિએ  આ બાબતે જણાવ્યું કે તેમની ફિટનેસથી ફેન્સ ઘણા પ્રભાવિત થાય છે, અને તેઓ પ્રેરણા લઈને પોતાના વજનને કંટ્રોલ કરવાના પ્રયત્નો કરે છે,હવે વાત જાણે એમ છે કે કોરોના થયા બાદ રવિએ પોતાની ફિટનેસ  પર પુરતુ ધ્યાન આપ્યું છે, અને પોતાના વેઈટને કંટ્રોલ કર્યું છે.

રવિએ તાજેતરમા શેર કરેલી તસવીરમાં એક મહિનાના બાદનો તેની ફિટનેસનો તફાવત જોવા મળે છે સોશ્યલ મીડિયા પર ફોટો શેર કરતા રવિએ લખ્યું, ‘કોઈ પણ સપ્લિમેન્ટ અને પ્રોટીન વગર એક મહિનામાં ટ્રાન્સફોર્મેશન. કરવું તે તેમની તપસ્યા હતી, જેને તેમણે એક પડકાર તરીકે લીધી, કોરોના બાદ તેમણે ઘણી મહેનતથી 10 કિલો વજન ઉતાર્યું છે.

રવિએ કહ્યું, ‘કોવિડ પોઝિટિવ હોવાને કારણે હું રિકવરી પછી પ્રોડ્યુસર મોડમાં હતો. હું પંજાબમાં હતો જ્યાં ખાવા પીવાના કારણે મેં 10 કિલો વજન વધાર્યું હતું. આવી સ્થિતિમાં, જ્યારે મને શૂટિંગ વિશે જાણ થઈ, તો 20 દિવસથી ઓછા સમયમાં, મેં તરત જ સવારે વેઇટ ટ્રેનિંગ શરૂ કરી અને સાંજે 10 કિમી જોગિંગ કરી. આ સાથે, મેં ઓછી કેલરીવાળો ખોરાક પણ ખાવાનું શરૂ કર્યું. ત્યાર બાદ એક મહિનાની અંદર જ 10 કિલો વેઈટ લોસ કર્યો, હવે સોશિયલ મીડિયા પર એક્ટરના ફોટોએ ઘૂમ મચાવી છે.

Exit mobile version