Site icon Revoi.in

પશ્વિમબંગાળમાં બે સમૂદાયો વચ્ચે અથડામણ, ઉગ્ર હિંસા બાદ તણાવનો માહોલ – બીજેપી નેતાએ ગૃહમંત્રી પાસે મદદ માંગી

Social Share

કોલકાતાઃ- પશ્વિમ બંગાળ કે જ્યાં અવાર નવાર હિંસાઓ થતી હોય છે ત્યારે ફરી એક વખત પશ્ચિમબંગાળ હિંસા અને સાંપ્રદાયિક તણાવ જોવા મળ્યો છે. અહી સ્થિતિ મોમીનપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યાર બાદ ઉગ્ર હિંસા અને તોડફોડની ઘટના સર્જાય હતી.

માહિતી મુજબ, મોમીનપુરના એકબાલપુરમાં મોડી રાત્રે મિલાદ-ઉન-નબીના અવસર પર અચાનક હિંસા ફાટી નીકળી હતી. એક સમુદાયના લોકોએ એકબાલપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ત્યાર બાદ બેકાબૂ ટોળાએ રસ્તા પર પાર્ક કરેલા વાહનો સિવાય આસપાસની દુકાનોમાં તોડફોડ કરી હતી. ઘણી જગ્યાએ પથ્થરમારો અને બોમ્બ ફેંકવાના પણ અહેવાલો છે.પરિસ્થિતિ પર કાબૂ મેળવવા સમગ્ર વિસ્તારમાં જવાનો તૈનાત કરાયા હતા

અહી બન્અને જૂથ સામસામે આવી જતા અને વાહનો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સ્થિતિ તંગ બની હતી. સાંપ્રદાયિક તણાવ વચ્ચે, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને કેન્દ્રીય દળોની તૈનાતીની મદદ માંદી હોવાનો પણ એહવાલ સામે આવ્યો છે.આ સાથએ જ ઘણા લોકોએ ટ્વિટર પર હિંસાનો વીડિયો પર શેર કર્યો છે અને મમતા બેનર્જી કોઈ પગલા ન લઈ રહી હોવાનો આરોપ પણ લગાવ્યા છે.

Exit mobile version