Site icon Revoi.in

મુંબઈમાં એક BMW ના શો રુમમાં ભયાનક આગની ઘટના- 40 ગાડીઓ બળીને ખાખ

Social Share

મુંબઈઃ- દેશભરમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દજિવસે વધતી જોવા મળી રહી છે, ત્યારે ફરી એક વખત મુંબઈ નગરીથી સમાચાર સામે આવી રહ્યા છે કે,બીએમડબલ્યૂના એક શો રુમમાં આગ લાગી છે જેને લઈને લાખો કરોડોનું નુકશાન થવા પામ્યું છે.

મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના નવી મુંબઈમાં એક BMW શોરૂમમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 40 ગાડીઓ બળીને રાખ થઈ ગઈ છે મળતી માહિતી મુજબ, આ આગ નવી મુંબઈના તુર્ભે એમઆઈડીસી વિસ્તારમાં લાગી હતી. જો કે આ ઘટનાને પલગે અત્યાર સુધી કોઈ પ્રકારની  જાનહાની કે મોતના અહેવાલ મળ્યા નથી.

આ આગ એટલી ભયાનક હતી કે તેને રકાબુમાં લેવા માટે 6 કલાકનો સમય લાગ્યો હતો ,ભારે જહેમત બાદ ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા હતા, જો કે ત્યા સુધી ઘણી કાર બળીને રાખ થઈ ચૂકી હતી,

આગ ઝડપથી ફેલાતી જોઈ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આ પછી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે ત્યાં પહોંચી હતી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવામાં લગભગ છ કલાકનો સમય લાગ્યો હતો. જેના કારણે ત્યાં પાર્ક કરાયેલા મોંઘા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે હવે આગળ તપાસ હાથ ઘરવામાં આવી રહી છે