Site icon Revoi.in

નોવાવેક્સની વેક્સિન એન્ટિબોડીઝ બનાવવાની સાથે સંક્રમિત કોશિકાઓને નષ્ટ કરે છે- આ પ્રોત્સાહક વેક્સિનનું સીરમ સંસ્થા કરશે ઉત્પાદન

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાને લઈને વેક્સિનેશનને વેગ આપવામાં આવ્યો છે, આ સાથે જ નોવાવેક્સની વેક્સિન પણ ઉપલબ્ધ થવાની હોળમાં જોવા મળે છે,  ત્યારે હવે આ વેક્સિનની અસરકારકતાને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે જે વેક્સિનનેશનને વધુ ઝડપી બનાવવામાં અને કોરોના સામે લડવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફોરન્સમાં આ નોવોવેક્સિનની અસરકારકતા અંગે માહિતી આપવામાં આવી હતી ,જે પ્રમાણે નોવાવેક્સ વેક્સિનની બાબતે આરોગ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં એનઆઈટીઆઈ આયોગના સભ્યવી કે પોલે જણાવ્યું હતુ કે,આ વેક્સિનનો અસરકારકતા ડેટા પ્રોત્સાહક જોવા મળી રહ્યો છે અને જાહેરમાં ઉપલબ્ધ થયેલો ડેટા પણ સૂચવે છે કે તે સુરક્ષિત અને ખૂબ જ અસરકારક છે. 

આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, આજે ભારત માટે આ વેક્સિનનું નિર્માણ પણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે , આ સાથે જ તેમણે આશા વ્યક્ત કરી હતી કે, સીરમ સંસ્થા પણ તેનું પરીક્ષણો બાળકો પર શરૂ કરશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ બાબતને લઈને વિતેલા દિવસને મંગળવારના રોજ જણાવ્યું હતું કે,  ડેલ્ટા પ્લસ તરીકે ઓળખાતો ડેલ્ટા વેરિઅન્ટનું નવું વેરિઅન્ટ દેશમાં સામે આવ્યું છે અને તે મોનોક્લોનલ એન્ટિબોડી ઉપચારને તટસ્થ બનાવતું જોવા મળ્યું છે. જોકે,આ વેરિએન્ટ હજુ ચિંતાનો વિષય નથી. નીતી આયોગ સભ્ય એ જણઆવ્યું કે,કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ફરીથી ડિઝાઇન કરેલા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સપાટી પર આવ્યા છે અને માર્ચ મહિનાથી તે યુરોપમાં જોવા મળે છે. 

વધુમાં વી કે પોલે તે પણ ખુલાસો કર્યો છે કે ડેલ્ટા પ્લસ મોનોક્લોનલ એન્ટિબોડીઝના ઉપયોગને તટસ્થ બનાવી રહ્યું છે. જો કે, તેમણે ઉમેર્યું કે તે હજુ સુધી ચિંતાજનક પ્રકાર તરીકે તેની ગણના કરવામાં આવી નથી.ડેલ્ટા પ્લસ ફોર્મ અંગે અત્યાર સુધી કંઈ જાણી શકાયું નથી. તેની અસર અને ફેરફારોનું નિરીક્ષણ ભારતીય સાર્સ-કો.વી.-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે.

એન્ટિબોડીઝ બનાવવાની સાથે સંક્રમિત કોશિકાઓને નષ્ટ કરે છે

અમેરિકન મેરીલેન્ડ સ્થિત ફાર્મા કંપની નોવાવેક્સની કોરોના રસી એનવીએક્સ-સીઓવી 2373 નો ઉપયોગ પણ ટૂંક સમયમાં ભારતમાં શરૂ થઈ શકે છે. નોવાવેક્સના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિ નોવાવેક્સની રસી અપાવ્યા પછી વાયરસના સંપર્કમાં આવે છે, તો તેની અંદર બનેલા એન્ટિબોડીઝ વાયરસના સ્પાઇક પ્રોટીનને લોક કરી દેશે.

વાયરસ શરીરના કોષોમાં પ્રવેશ કરી શકશે નહીં અને વ્યક્તિ  સંક્રનમિત થવાથી બચી શકશે. નોવાવેક્સ રસી માત્ર એન્ટિબોડીઝ નહી આ રસી ચેપગ્રસ્ત કોષોને પણ મારી નાખવાની ક્ષમતા ધરાવે છે જેથી વાયરસ શરીરમાં ફેલાય નહીં. રસીની આ સુવિધા સાથે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ફરીથી સંક્રમણ લાગવાથી ગંભીર સ્થિતિમાં જવાનું જોખમ પણ ખૂબ ઓછું થઈ જશે.