Site icon Revoi.in

ફેશનની દુનિયામાં લખાણ વાળા પ્રિન્ટેડ કપડાનો પણ ટ્રેન્ડ, જાણો ટાઈપોગ્રાફી ક્લોથવેર વિશે

Social Share

ટાઈપોગ્રાફી શબ્દ સાંભળતા જ પહેલા તો આપણાને ટાઈપિંગ યાદ આવી જાય બરાબરને, અને હા તે ચાસું પણ છે, સામાન્ય રીતે જોવા જઈએ તો ટાઈપોગ્રાફી એટલે એવોજ ડ્રેસ કે જેના પર કોઈ પણ ભાષામાં લખાણ લખેલું હોય તે પણ ન્યૂઝ પેપરની ડિઝાઈનમાં, અર્થાત અક્ષરવાળા કપડા જે આજકાલ કોલેજ ગર્લમાં ઘણા ટ્રેન્ડિંગ જોવા મળી રહ્યા છે.

જે રીતે આપણા કપડામાં ફ્લાવ પ્રિન્ટ હોય છે, લાઈનિંગ હોય, ડોટ હોય બસ એજ રીતે સાડી, ડ્રેસ વેસ્ટર્ન વેરમાં જો કોઈ પણ ભાષામાં લખાણ હોય તેને આ પ્રકારનો ડ્રેસ કહેવામાં આવે છે.

આ પ્રિન્ટ માત્ર યુવતીઓ પરતી સિમિત નથી બોયઝ પણ આ પ્રિન્ટને કેરી કરે છે, તેમની ટિશર્ટ અને શર્ટ પર ટાઈપોગ્રાફઈ રંગ જમાવે છે, આજકાલ તો ખાસ કરીને પુરુષો આ કપડા કરફ આકર્ષાયા છે. તેમના મોટાભાગના કપડામાં ટાઈપોગ્રાફી પ્રિન્ટ જોઈ શકાય છે.

ટાઈપોગ્રાફી કપડા સેલિબ્રિટીમાં પણ આકર્ષણ જમાવે છે,સૌ પ્રથમ આ પ્રકારની પ્રિન્ટ માત્ર ટીશર્ટ પર જોવા મળતી હતી ,જો કે બદલતા જમાનાની સાથએ હવે તે મર્યાદીત કપડા પર નહી પરતું અનેક પ્રકારના કપડા પર જોવા મળે છે,આ પ્રિન્ટના કપડા પહેરતા લોકોનો દેખાવ શાનદાર બને છે, જે બીજાઓમાં પોતાના આકર્ષક કરે છે, આ કપડાના કારણે તમારી પર્સનાલિટી પણ જોરદાર બને છે.

જો કોઈ પત્રકાર હોય, વિદ્યાર્થીઓ હો. કે જેને લેખન વાંચન નો શોખ હોય તો તેમણે આ પ્રકારના પોતાને ગમતા કપડા પર આ પોતાના પ્રિય હોય તેવા લખાણ કે સેન્ટેન્સ વાળી  પ્રિન્ટ કરાવી પહેરી શકે છે,જેનાથી તેનું પ્રોફેશન પણ છલકે છે અને એક અલગ આકર્ષિક દેખાવ પણ મળે છે.

ખાસ કરીને સાડી પર આ પ્રકારની પ્રિન્ટ તમને અલગ દેખાવ આપે છે,આ સહીત પાર્ટીમાં પહેરાતા લોંગ ચોલી કે બ્લાઉઝમાં પણ આ પ્રિન્ટ અદભૂત લાગે છે, તો અલગ અલગ દુપટ્ટામાં પણ ટાઈપોગ્રાફી પ્રિન્ટને તમે પસંદ કરી શકો છો.