Site icon Revoi.in

મૂળ ભારતીય દુબઈમાં રહેતા 8 વર્ષના આ બાળકની સિદ્ધીઃ વિશ્વના તમામ દેશોની રાજઘાનીના નામ ગણતરીની મિનિટોમાં જણાવી બનાવ્યો વિશ્વ રેકોર્ડ

Social Share

દિલ્હીઃ વિશઅવમાં જૂદા જૂદા વિશ્વરેકોર્ડ બનતા જોવા મળએ છએ, ત્યારે હવે તમામ દેશોની રાજઘાનીના નામો માત્ર ગણતરીની મિનિટોમાં જણાવીને દુબઈમાં રહેતા આઠ વર્ષના ભારતીય મૂળના અરમાન નાયકે નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે

મળતી માહિતી પ્રમાણે 14 ડિસેમ્બર, 2012 ના રોજ દેશના રાજ્ય ઓડિશામાં જન્મેલા નાયકે 15 ઓગસ્ટના રોજ વિશ્વના તમામ 195 દેશોની રાજધાનીઓ અને ખંડોના નામ આપીને આ રેકોર્ડ  પોતાના નામે કરી સિદ્ધી મેળવી છે.

મળતી માહિતી પ્રમાણે 15 ઓગસ્ટના રોજ યુએઈના સમયપ્રમાણે  બપોરે 2:30 વાગ્યે અને ભારતીય સમય અનુસાર સાંજે 4 વાગ્યે એક લાઇવ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં આ રેકોર્ડ નોંધાયો હતો. આ કાર્યક્રમનું ફેસબુક, યુટ્યુબ અને લિંક્ડઇન પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.અરમાન ભારતીય વૈજ્ઞાનિકો ડો.સતીશ ધવન અને ડો.એપીજે અબ્દુલ કલામથી ખૂબ પ્રભાવિત છે.

અરમાને યુનાઇટેડ નેશન્સ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ દેશો અને તેમની રાજધાનીઓના નામ નાત્રને માત્ર 5 મિનિટ અને 7 સેકન્ડમાં જ જણાવ્યા હતા,  OMG રેકોર્ડ બૂકે દુબઈમાં ત્રીજા વર્ગમાં અભ્યાસ કરતા અરમાનની પ્રતિભાની ખૂબ જ  પ્રશંસા કરી છે અને તેને 2021 ની આવૃત્તિમાં સ્થાન આપ્યું છે.

અરમાનની વર્લ્ડ રેકોર્ડની યાત્રા 12 મહિના પહેલા તેના માતા -પિતાની મદદથી શરૂ થઈ હતી. તેના પિતા, સૌમ્ય રંજન નાયક, એમીરાત ગ્લોબલ એલ્યુમિનિયમમાં વરિષ્ઠ સુરક્ષા અધિકારી છે, જ્યારે તેની માતા મહાશ્વેતા મહાપાત્રા સિવિલ એન્જિનિયર છે.

અરમાન 2017 માં દુબઈ આવ્યો હતો જ્યારે તે માત્ર ચાર વર્ષનો હતો. તે ભારતમાં નાગરિક ઉડ્ડયન વિભાગમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.