- મેટા પર 2 અરબથી વધુનો દંડ ફટકારાયો
- યૂએસમાં ચૂંટણીની જાહેરાતોમાં છેતરપિંડીનો મોમલ ફટકારી
- અમેરિકાની કોર્ટે આપ્યો ચૂકાદો
દિલ્હીઃ-ફેસબૂકની પેરેન્ટ કંપની મેટા નામ આજે વિશ્વભરમાં જાણીતું બન્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી અમેરિકાની ચૂંટણીની જાહેરાતોમાં છેતરપિંડીના મામલે મેટા સામે અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ થયો હતો જો કે હવે આ મામલે કોર્ટે મેટાને મોટો ઝટકો આપ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર વોશિંગ્ટન રાજ્યની એક કોર્ટે વિતેલા દિવસને બુધવારરના રોજ ફેસબુકની પેરેન્ટ કંપની મેટાને ચૂંટણી જાહેરાતો સંબંધિત ગેરરીતિઓ માટે રુપિયા 2 બિલિયનથી વધુનો દંડ ફટકાર્યો હતો. અમેરિકન ઈતિહાસમાં રાજકીય ઝુંબેશ સાથે જોડાયેલી આ સૌથી મોટી આર્થિક સજા છે તેમ કહેવામાં આવી રહ્યું છે.
કિંગ કાઉન્ટી સુપિરિયર કોર્ટના ન્યાયાધીશ ડગ્લાસ નોર્થે મેટાને રાજકીય જાહેરાતકર્તાઓના નામ અને સરનામાં જાહેર ન કરવા બદલ વોશિંગ્ટનના ફેર ઝુંબેશ પ્રેક્ટિસ એક્ટ હેઠળ દંડ લગાવ્યો હતો. જો કે હજી સુધી આ સમગ્ર મામલે મેટાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. વોશિંગ્ટનના પારદર્શિતા કાયદા હેઠળ, મેટાએ રાજકીય જાહેરાતકર્તાઓના નામ અને સરનામાં જાહેર કરવા જરૂરી છે.આમ ન થતા મેટા સામે આ કાર્યવાહી કરાઈ છે.
કંપનીએ આવા કોઈપણ વપરાશકર્તાની માંગણી પર જાહેરાતકર્તાઓના નામ અને સરનામાં આપવા જરૂરી રહેશે. પરંતુ મેટાએ કોર્ટમાં આ અંગે વારંવાર વાંધો ઉઠાવ્યો હતો. ફેસબૂક રાજકીય જાહેરાતોના આર્કાઇવ્સ જાળવી રાખે છે, જેનું તે પ્રસારણ પણ કરે છે, પરંતુ આ કાયદા હેઠળ જાહેર કરવા માટે જરૂરી માહિતીનું પાલન કરતું નથી.
ઉલ્લેખનીય છે કે ભારતમાં જે ઈન્ટરનેટ સુરક્ષાને લઈને કાયદો બનાવ્યો છે તેના વખાણ થઈ રહ્યા છે આ મામલે મેટા ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર અજીત મોહને ગુરુવારે ઈન્ટરનેટ અને તેની સુરક્ષા અંગે ભારતની નીતિની પ્રશંસા કરી હતી. મોહને કહ્યું કે અમે સરકારના નિયમનનું સ્વાગત કરીએ છીએ. ભારતમાં સરકાર ઇન્ટરનેટ સુરક્ષા માટે કંપનીઓને જવાબદાર ઠેરવવા માટે અવાજ ઉઠાવી રહી છે અને અમે આ એજન્ડા સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છે.