આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે આ સંદર્ભે અનેક બેઠકો દેશના જૂદા જૂદા શહેરોમાં યોજાઈ રહી છે, ત્યારે હવે આગામી જી 20ની દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ઓસ્ટ્રેલિયાના એન્થોની અલ્બેનીઝ ઉપસ્થિતિ રહહેષે.
પ્રાપ્ત વિગત પ્રમાણે 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી G-20 સમિટમાં ઓસ્ટેરલિયાના પીએમ ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા સરકારે આજરોજ શનિવારે આ અંગે માહિતી આપી હતી. અલ્બેનીઝની ભારત મુલાકાત તેમના ત્રણ દેશોના પ્રવાસનો એક ભાગ હશે.
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન પીએમ અલ્બેનીઝ ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સની પણ મુલાકાત લેશે. ઓસ્ટ્રેલિયન સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 9 અને 10 સપ્ટેમ્બરે વડાપ્રધાન નવી દિલ્હીમાં G20 લીડર્સ સમિટમાં ભાગ લેશે.