Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન 8 માર્ચે ભારત આવશે –  સત્તામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત 

Social Share

દિલ્હીઃ- ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે વિદેશના મંત્રી સતત ભારતની મુલાકાતે છે અનેક બેઠકોમાં ભઆગ લઈ રહ્યા છએ ત્યારે હવે આ શ્રેણીમાં એસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પણ ભારત આવવાના છે સત્તામાં આવ્યા બાદ તેઓ પ્રથમ વખત ભારતની મુલાકાત કરતા જોવા મળશે.

જાણકારી પ્રમાણે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ  8 માર્ચે ભારતની મુલાકાત લેશે તેઓ 11 માર્ચ સુધી ભારતમાં રહેશે તેમની સાથે વેપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલ, સંસાધન અને ઉત્તરી ઓસ્ટ્રેલિયાના મંત્રી મેડેલીન કિંગ અને એક ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ પણ હાજર હશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હોળીના દિવસે 8મી માર્ચે અમદાવાદ પહોંચશે. દિલ્હી પહોંચતા પહેલા તેઓ 9 માર્ચે મુંબઈ જવા રવાના થશે.

જો કે  વડાપ્રધાન બન્યા બાદ અલ્બેનીઝની આ પ્રથમ ભારત મુલાકાત હશે. વિદેશ મંત્રી એસ જયશંકરે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની ભારત મુલાકાતની તૈયારી માટે ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. અલ્બેનીઝે જયશંકરને મળ્યા બાદ એક ટ્વિટમાં પોતાની ભારત મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે આવતા મહિને તેમની ભારત મુલાકાત પહેલા ડૉ. એસ. સવારે જયશંકર સાથે મુલાકાત અદ્ભુત હતી.

વિદેશ મંત્રાલય તેમની મુલાકાત વિશે માહિતી આપતા કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તે પરસ્પર હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. આ સિવાય પીએમ મોદી અને પીએમ અલ્બેનીઝ પણ સહયોગના ક્ષેત્રો પર ચર્ચા કરવા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન અલ્બેનીઝ દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે.મળતી માહિતી મુજબ અલ્બેનીઝની મુલાકાત દરમિયાન ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય શક્તિની પૃષ્ઠભૂમિમાં બંને દેશો વચ્ચે સહયોગના વિસ્તરણ પર પણ ચર્ચા થઈ શકે છે.