Site icon Revoi.in

ભારતની આ જગ્યાઓ કે જે વિદેશ જેવી જ લાગે છે, સુંદરતા પણ છે અદભૂત

Social Share

ભારતમાં ફરવા લાયક એટલા બધા સ્થળો છે કે કોઈ વ્યક્તિ એવું કહી શકે નહીં કે તેણે સમગ્ર ભારત જોયું હશે. ભારતમાં જેટલા ફરવાના સ્થળો છે એટલી સામે વિવિધતા છે અને જાણવા લાયક સ્થળો પણ છે. તો આજે એવા સ્થળોની વાત કરીશું જે ભારતમાં જ છે અને એટલા સરસ છે કે તે વિદેશી પર્યટન સ્થળોની તુલનામાં અનેક ગણા સુંદર છે.

સૌથી પહેલા વાત કરવામાં આવે તો રાજસ્થાન રાજ્યનું જયપુર શહેર. રાજસ્થાનની રાજધાની જયપુર આ રાજ્યનું સૌથી મોટું શહેર છે. તેની સ્થાપના 18 નવેમ્બર 1727 ના રોજ મહારાજા જય સિંહ II દ્વારા કરવામાં આવી હતી. તમે જયપુરમાં રહીને નવા વર્ષનું અનેક રીતે સ્વાગત કરી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે ચોકી ધાનીની મુલાકાત લઈને સાંસ્કૃતિક નૃત્ય, કલા, સંગીત અને રાજસ્થાની ભોજનનો આનંદ લઈ શકો છો.

જો બીજા નંબર પર વાત કરવામાં આવે તો કસોલ પણ સુંદર જગ્યા છે. નવા વર્ષ માટે પાર્ટીનું સારું સ્થળ શોધી રહ્યા છો, તો ઓછા બજેટમાં કસોલમાંથી સારો વિકલ્પ શોધવો મુશ્કેલ છે. નવા વર્ષની ઉજવણી માટે અહીં યુવાનોની ભીડ જામે છે. કસોલને ભારતના ઈઝરાયેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં, શિબિરોમાં પાર્ટી અને અજોડ બોનફાયરની સંપૂર્ણ વ્યવસ્થા છે. કસોલમાં ખીર ગંગા ટ્રેક, મલાના ગામ અને પાર્વતી નદી જેવા સ્થળોની પણ મુલાકાત લઈ શકાય તેમ છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે હિમાચલ પ્રદેશના શહેરોની તો તે પણ સુંદર અને પ્રકૃતિથી ભરપૂર છે. એમાનું એક સ્થળ Mcleodganj હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. મિત્રો સાથે ઓછા પૈસામાં નવું વર્ષ ઉજવવું હોય તો.આ જગ્યાને દલાઈ લામાનું ઘર પણ કહેવામાં આવે છે જ્યાં ઘણા ઐતિહાસિક મઠોને જોઈ શકશો. આ સિવાય તમે ભગસુ ફોલ, નમગ્યાલ મઠ, ધરમકોટ અને ટ્રિંડ ટ્રેક જેવા સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો.

શિલોંગ- શિલોંગને ભારતનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. જો કુદરતની વચ્ચે શાંત વાતાવરણમાં નવું વર્ષ ઉજવવાનું વિચારી રહ્યા છો, તો શિલોંગ એક સારો વિકલ્પ છે. તમે સુંદર તળાવ, અદ્ભુત ધોધ અને આકાશને ચુંબન કરતા પર્વતોની વચ્ચે યાદગાર નવું વર્ષ ઉજવી શકો છો. ભારતના ઉત્તર-પૂર્વમાં છુપાયેલ આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી. શિલોંગમાં બોટિંગ, ફિશિંગ અને ટ્રેકિંગનો આનંદ માણી શકો છો.