Site icon Revoi.in

ચૈત્ર નવરાત્રીના આરંભે ગંગોત્રીધામના કપાટ ખોલવાની તિથી નક્કી કરાઈ, 22 એપ્રિલથી ખુલશે કપાટ

Social Share

દેહરાદૂનઃ- ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓમાં જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે વ્યસ્ત છે, ગંગોત્રી ધામના દરવાજા ખોલવાનો દિવસ અને સમયનક્કી કરવામાં આવ્યો છે. આ મામલે ગંગોત્રી મંદિર સમિતિના પદાધિકારીઓએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે ગંગોત્રી પોર્ટલ ખોલવાની તારીખ અને સમય નક્કી કરાઈ ચૂક્યો છે.

અત્યારથી જ  દેશ અને દુનિયામાંથી આવતા યાત્રિકોની યાત્રાને સરળ બનાવવા સરકાર તૈયારીઓમાં જોતરાઈ ગઈ છે. સરકારને આશા છે કે ચારધામ યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા નવો રેકોર્ડ બનાવશે. જણાવી દઈએ કે હવે ભક્તો ઘરે બેઠા ગંગોત્રી ધામની આરતી જોઈ શકશે.

આ માટે પર્યટન વિભાગ પ્રસાદ યોજના હેઠળ મંદિરમાં હાઈ-એન્ડ કેમેરા લગાવવા જઈ રહ્યું છે, જેથી ચાર ધામ યાત્રા દરમિયાન ઉત્તરાખંડ પ્રવાસન વિભાગની વેબસાઈટ પર દરરોજ આરતીનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત ચારેય ધામોમાં બ્યુટીફીકેશન સહિતના અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. આ યોજના અંતર્ગત પ્રવાસન વિભાગ ચારેય ધામોમાં હાઈ-એન્ડ કેમેરા પણ લગાવવા જઈ રહ્યું છે જેથી શ્રદ્ધાળુઓ ઘરે બેસીને ધામોમાં થતી આરતી અને અન્ય ધાર્મિક વિધિઓ જોઈ શકે.