Site icon Revoi.in

 કેન્દ્ર સરકારે ઓરી અને રૂબેલાને લઈને દરેક રાજ્યોને આપી ખાસ સલાહ – બાળકો માટે જતાવની ચિંતા

Social Share

દિલ્હીઃ- દેશમાં ઓરી અને રુબેલાના વધતા કેસો ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે હવે વધતા જતા કેસોને લઈને કેન્દ્રએ દરેક રાજયોને સલાહ આપી છે.કહેવામાં આવ્યું છે કે સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા નવ મહિનાથી પાંચ વર્ષની વયના તમામ બાળકોને ઓરી અને રૂબેલા રસીના વધારાના ડોઝ આપવા વિચારવા માટે કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલ દેશના રાજ્ય બિહાર, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કેરળ અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાંથી ઓરીના ઘણા કેસો સામે આવી રહ્યા છે.તો બીજી તરફ મહારાષ્ટ્રમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતા વિસ્તારોમાં અને કેટલાક અન્ય જિલ્લાઓમાં ચેપના કેસોમાં તીવ્ર વધારો થયો છે, અને લગભગ 10 બાળકો ઓરીના વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે.

ઓરીના વધતા ભય વચ્ચે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ પી અશોક બાબુએ કહ્યું કે એ પણ સ્પષ્ટ છે કે આવા તમામ ભૌગોલિક વિસ્તારોમાં અસરગ્રસ્ત બાળકો મોટાભાગે રસી વિના છે અને પાત્ર લાભાર્થીઓમાં ઓરી અને રૂબેલા રસી નું સરેરાશ કવરેજ ઓછું છે.ઉલ્લેખનીય છે કે તેમએ આ સંદર્ભે બુધવારે નીતિ આયોગના સભ્યની અધ્યક્ષતામાં નિષ્ણાતો સાથે બેઠક કરી હતી.

આ મળેલી બેઠકમાં ઓ મા લે ચિંતા વ્યક્ત કરાઈ હતી અને કેન્દ્રએ કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંવેદનશીલ વિસ્તારોમાં નવ મહિનાથી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને રસીના વધારાના ડોઝ આપવા અંગે વિચારણા કરવાની સલાહ આપવામાં આવે છે.આ ડોઝ નવથી 12 મહિનાની વચ્ચે આપવામાં આવેલ પ્રથમ ડોઝ અને 16 થી 24 મહિનાની વચ્ચે આપવામાં આવેલા બીજા ડોઝ થી વધારાના  હશે.

ત્યારે હવે રાજ્ય અને કેન્દ્રની સરકાર કેન્દ્રશાસિત પ્રદેશોનું વહીવટીતંત્ર સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરશે. MRCV રસીની એક માત્રા છ મહિનાથી નવ મહિના સુધીના તમામ બાળકોને એવા વિસ્તારોમાં આપવી જોઈએ કે જ્યાં નવ મહિનાથી નીચેના બાળકોમાં ઓરીના કેસો કુલ કેસના 10 ટકાથી વધુ હોય.