Site icon Revoi.in

કેન્દ્ર સરકાર દ્રારા લેપટોપ ,ટેબલેટ પરની આયાત પર પ્રતિબંધ મૂકવાના આદેશને 31 ઓક્ટોબર સુધી અટકાવ્યો

Social Share

દિલ્હીઃ- કેન્દ્રની સરાકેર લેપટોપ અને ટચેબલેટ પર આયાત પરના પ્રતિબંધને હાલ પુરતો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો ચે પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીની સરકારે શુક્રવારે લેપટોપ અને કમ્પ્યુટર્સપર આયાત પ્રતિબંધના આદેશના અમલીકરણને લગભગ ત્રણ મહિના 31 ઓક્ટોબર સુધી ટાળી દીધું છે.

જાણકારી અનુસાર કેન્દ્રના આ નિર્ણયથી ઈલેક્ટ્રોનિક કંપનીઓને લાઇસન્સ વિના આ ઉપકરણોની આયાત કરવા માટે વધુ સમય મળવા પાત્ર બને છે. પ્રાપ્ત જાણકારી મુજબ હવે આ કંપનીઓએ 1 નવેમ્બરથી આ ઉપકરણોની આયાત કરવા માટે સરકાર પાસેથી લાયસન્સ લેવું પડશે

આ પહેલા 3 ઓગસ્ટના રોજ, સરકારે આ સાધનોની આયાતને તાત્કાલિક અસરથી લાઇસન્સ સિસ્ટમ હેઠળ મૂકી દીધી હતી, ત્યારબાદ ઉદ્યોગોએ સરકાર સમક્ષ નોટિફિકેશન પર પ્રશ્નો ઉભા કર્યા હતા. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડએ શુક્રવારે મોડી રાત્રે જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે 3 ઓગસ્ટની સૂચના 1 નવેમ્બરથી લાગુ થશે.

આ સાથે જ વઘુમાં તેમાં ઉમેર્યું હતું કે, “પ્રતિબંધિત આયાત માટે લાયસન્સ વગરના આયાત માલને 31 ઓક્ટોબર, 2023 સુધી ક્લિયર કરી શકાશે. 1 નવેમ્બર, 2023થી અમલમાં આવતા આયાત કન્સાઈનમેન્ટના ક્લિયરન્સ માટે, પ્રતિબંધિત આયાત માટે માન્ય લાઇસન્સ જરૂરી રહેશે.