Site icon Revoi.in

કોરોનાના વધતા કેસને લઈને કેરળમાં આજથી 16 મે સુધી લોકડાઉન, CMએ કર્યું એલાન

Social Share

કોચી: દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં વધતા જતા કોરોનાવાયરસના સંક્રમણને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કેરળના મુખ્યમંત્રી પિ.વિજયન દ્વારા 8 મે થી 16 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં બુધવારના દિવસે 41 હજાર જેટલા કેસ નોંધાતા સરકાર વધારે એક્શનમાં આવી અને રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી.

કેરળમાં કોરોનાવાયરસના વધતા કેસને પગલે મેડિકલ ફિલ્ડમાં ભણતા વિદ્યાર્થીઓની અને સરકારી અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કેરળ તથા અન્ય રાજ્યોમાં જે રીતે કોરોનાવાયરસના કેસ આવી રહ્યા છે તે રીતે સામે એટલા લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે. કોરોનાવાયરસ કાળમાં સૌથી વધારે જરૂરી છે કે, સતર્કતા રાખવી. કોરોનાવાયરસ મહામારીમાં અન્ય લોકોની બેદરકારી પણ આપણને સંક્રમિત કરી શકે છે.

કેરળમાં પણ અન્ય રાજ્યોની જેમ ઓક્સિજનની માગ વધી રહી છે. ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરમાં કોરોનાએ લોકોને સીધી ફેફસા પર અસર કરી હોય તેવુ લાગી રહ્યું છે અને લોકોને ઓક્સિજનની વધારે જરૂર પડી રહી છે.