Site icon Revoi.in

વર્ષના અંત સુધીમાં દેશને મળશે અન્ય ચાર વેક્સિનઃ- હવે નહી સર્જાય વેક્સિનની અછત

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બની હતી, ત્યાર બાદ દેશની સરકારે વેક્સિનેશન પ્રકિરુયાને વેગ આપવાનું શરુ કર્યું, જેથી વેક્સિનના ડોઝ મોટા પાયે લોકો લેવા વાગ્યા આવી સ્થિતિમાં વચ્ચે વેક્સિનની અછત પમ સર્જાય હપી, ત્યારે હવે દેશ માટે એક સારા સમાચાર પ્રાત્પ થઈ રહ્યા છે, જે મુજબ આ વર્ષના અંત સુધીમાં દેશને અન્ય ચાર વેક્સિન મળશે.

આ મામલે નિષ્ણાંતોનું માનવું છે કે, જુલાઈ-ઓગસ્ટ સુધઘી કરોરોનાની બીજી લહેર પીકએપ પર રહેશે, આ સમગ્ર સ્થિતિ વચ્ચે ત્રીજી લહેરની શક્યતાો દર્શાવાય છે.અનેક નિષ્ણાંતોનું માનવું છે કે. નમેમ્બર-ડિસેમ્બર મહિના સુધીમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે,આ ત્રીજી લહેરમાં સોથી વધુ બાયલકો પ્રભાવિત થવાની આગાહી કરવામાં આવી છે.ત્યારે આ સ્થિતિ વચિચે વેક્સિનનું ક્લિનિકલ પરિક્ષણ પણ શરુ કરવામાં આવી ચૂક્યુ છે.

દેશમાં વર્ષના અંત સુધીમાં 4 અન્ય વેક્સિન આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે,હાલ કેટલીક વેક્સિન કાર્યરતમાં છે,જે તેના પરિક્ષણ પર ધ્યાન આપી રહી છે, મળતી માહિતી પ્રમાણે વર્ષના અંત સુધીમાં 6 જેટલી વેક્સિન મારિકેટમાં ઉપલબ્ધ કરાવાશે, જેથી વેક્સિનની અછત દૂર થશે અનેદેશની મોટા પ્રમાણની સંખ્યાઓ વેક્સિન લઈ શકશે.

હાલ દેશમાં ત્રણ વેક્સિન ઉપલબ્ધ છે,જેમાં બે વેક્સિન સ્વદેશી વેક્સિન છે કોવિશિલ્ડ અને કોવેક્સિન, જ્યારે એક વેક્સિન રશિયાની સ્પુતનિક વીનો સમાવેશ થાય છે.ત્યારે એક સારા સમાચાર એ છે જુનના બીજા અઠવાડીયા દરમિયાન આ સ્પુતનિક વી વેક્સિન હોસ્પિટલોમાં આપવામાં આવશે.