Site icon Revoi.in

મોંઘવારી સામે દેશને મળશે રાહત, RBI ગવર્નર શક્તિકાંત દાસે આપ્યું કારણ

Social Share

દિલ્હી:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે જણાવ્યું હતું કે,ઓક્ટોબર માટે ફુગાવાનો આંકડો 7 ટકાથી ઓછો રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે 2 થી 6 ટકાના ફુગાવાના લક્ષ્યાંકને બદલવાની જરૂર નથી.જો કે તેને બદલવાની ઘણી ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય બેંકના ગવર્નરે જણાવ્યું હતું કે,વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતના એકંદર સૂક્ષ્મ આર્થિક ફંડામેન્ટલ્સ મજબૂત છે.તેમણે કહ્યું કે,સરકાર અને રિઝર્વ બેંક બંને ફુગાવાના પડકારનો અસરકારક રીતે સામનો કરી રહ્યા છે.

દેશના આર્થિક વિકાસ પર બોલતા દાસે કહ્યું કે,સ્થાનિક અર્થતંત્ર મજબૂત છે અને કેન્દ્રીય બેંકનો અંદાજ છે કે આ વર્ષે ભારતનો આર્થિક વિકાસ સાત ટકા રહેશે.દાસે એમ પણ કહ્યું કે,બેન્કિંગ સેક્ટર સ્થિર છે.તેમણે કહ્યું કે,હાલની સ્થિતિમાં વૃદ્ધિના આંકડા સારા દેખાઈ રહ્યા છે. તેમનો અંદાજ છે કે આ સાત ભારત લગભગ સાત ટકાના દરે વૃદ્ધિ કરશે.

આરબીઆઈના ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે,આઈએમએફએ આગાહી કરી છે કે,વર્તમાન વર્ષમાં ભારત 6.8 ટકાના દરે વૃદ્ધિ કરશે અને આ ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન આપે છે.