Site icon Revoi.in

માલદિવના પૂર્વ રાષ્ટ્રપતિને ભ્રષ્ટાચાર મામલે કોર્ટએ 11 ર્ષની સજા ફટકારી

Social Share

દિલ્હીઃ- વિકતેલા દિવસને રવિવારના રોજ માલદિવની કોર્ટ પૂર્વ રાષ્ટ્રપતિ સામે ભર્ષ્ટાતાર મામલે ચૂકાદા ઓપ્યો છે.માલદીવની એક કોર્ટે રવિવારે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને 11 વર્ષની જેલની સજા ફટકારી છે. યામીન ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના દોષિત ઠર્યા છે. કોર્ટે યામીનને આરોપો માટે દોષિત ઠેરવ્યા અને તેને પાંચ મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે કોર્ટ એ  યામીનને સરકારની માલિકીના એક ટાપુના લીઝના બદલામાં લાંચ લેવા માટે દોષી ગણઆવ્યો  હતો. યામીન 2013 થી 2018 સુધી માલદીવના રાષ્ટ્રપતિ હતા. 2018માં તેઓ ચૂંટણી હારી ગયા હતા. જો કે, 2023માં યોજાનારી ચૂંટણી માટે યામીનને માલદીવની પ્રોગ્રેસિવ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

આ અગાઉના ભ્રષ્ટાચારના કેસમાં તેને 2019માં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને રાજ્યના ભંડોળમાં $1 મિલિયનની ઉચાપત કરવા બદલ 2019માં $5 મિલિયનનો દંડ ફટકારવામાં આવ્યો હતો, આ સહીત 2020 માં નજરકેદમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો .ત્યાર બાદ  બે વર્ષ પછી સુપ્રીમ કોર્ટે ચુકાદાને ઉલટાવી દીધો અને કહ્યું કે પુરાવાઓમાં વિસંગતતાઓ છે અને તે નિર્ણાયક રીતે સાબિત કરતું નથી કે યામીને વ્યક્તિગત લાભ માટે $1 મિલિયન સરકારી ભંડોળની લોન્ડરિંગ કરી હતી.