Site icon Revoi.in

લગ્નના ખર્ચ માટેના પૈસા બચાવવા કર્યો એવો નિર્ણય કે જાણીને સૌ કોઈ ચોંકી ગયા

Social Share

ઈન્ટરનેટ પર ઘણી જ વિચિત્ર ઘટનાઓ જોવા અને સાંભળવા મળે છે.ઘણીવાર તમે કંજૂસ લોકો સાથે ઉઠતા-બેસતા હશો.તમે ઘણા પ્રકારના કંજૂસ જોયા હશે.મોટા-મોટા કંજૂસ લોકોના કિસ્સાઓ તમે ઘણી વખત સાંભળયા હશે.ઘણી વખત આવા લોકોને તેમની સાથે વ્યવહાર પણ કરવો પડ્યો હશે.પરંતુ કેટલાક લોકો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે મજબૂરીમાં કંજૂસાઈ કરે છે, અથવા તો પોતાની જરૂરિયાતોને પુરા કરવા માટે પૈસા બચાવે છે અને અન્ય માર્ગ શોધે છે.

હવે જો લગ્નની વાત કરીએ તો લોકોને લગ્નના દિવસે ઘણો ખર્ચ કરવો ગમે છે. તેઓ આ દિવસને દરેક રીતે ખાસ બનાવે છે. હવે આવા જ એક દંપતિએ ઘર ખરીદવા માટે પૈસા બચાવવા અને તેમના લગ્નને મોટા પ્રમાણમાં ન કરવા નક્કી કર્યું. આ ખર્ચમાં ઘટાડો એટલો બધો હતો કે,તેણે પોતાના લગ્નમાં માત્ર ત્રણ લોકોને જ આમંત્રણ આપ્યું હતું.

એક તરફ જ્યાં મોટાભાગના લોકો ભવ્ય અને યાદગાર લગ્ન કરવા માંગે છે. તો બીજી તરફ યુકે સ્થિત દંપતી બેથ બેટ્સ અને જેકે એ તેમના લગ્નમાં ફક્ત ત્રણ મહેમાનોને આમંત્રણ આપ્યું હતું અને તસ્વીરો ક્લિક કરવા માટે કેટલાક અજાણ્યાઓની મદદ લીધી હતી. આશ્ચર્ય પામવાની જરૂર નથી, હકીકતમાં તેણે આવું એટલા માટે કર્યું કારણ કે,તે પૈસા બચાવવા અને નવું ઘર ખરીદવા માંગતો હતો. હવે આ સમાચાર જાણ્યા પછી બધાને ખૂબ જ આશ્ચર્ય થયું છે. સાથે જ લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે.

આટલું જ નહીં દુલ્હનએ તેના લગ્નનો ડ્રેસ પણ 2 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. સામાન્ય રીતે લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, પરંતુ આ કપલના લગ્નમાં માત્ર 40 હજાર રૂપિયા જ ખર્ચાયા હતા.આ રીતે બચેલા પૈસાથી દંપતીએ યુકેના એસેક્સમાં 3 BHK ફ્લેટ ખરીદ્યો.વરરાજા બેથે જણાવ્યું કે,લગ્ન પહેલા તેને એક બાળક હતું અને તે બીજા બાળકના જન્મ પહેલા ઘર ખરીદવા માંગે છે. તેમના આ રીતે લગ્ન કરવાના નિર્ણયથી તેમના સંબંધીઓ ચોંકી ઉઠ્યા હતા, ત્યારે દંપતીના માતા-પિતામાં આનંદ છવાયો હતો.

આ વાત તમારે બધાએ માનવી પડશે કે,લોકો તેમના કામને સારી રીતે અને તેમના પોતાના બજેટમાં ચલાવવાનું પસંદ કરે છે. હવે આ અજીબોગરીબ લગ્ન બધાને ચોંકાવી રહ્યા છે.તો,લોકો તેને પોતાના શબ્દોમાં શેર કરી રહ્યા છે, જેના પર હજારો ટિપ્પણીઓ જોવા મળી રહી છે.