Site icon Revoi.in

બાઇડેનના શપથ ગ્રહણ સમારોહમાં ટ્રમ્પ તરફી ગાર્ડના જવાનો બળવો કરી શકે

Social Share

– ટૂંક સમયમાં બાઇડેનનો શપથ સમારોહ યોજાશે
– આ સમારોહમાં ટ્રમ્પ તરફી ગાર્ડના જવાનો કરી શકે બળવો
– અમેરિકાના ઉચ્ચ અધિકારીઓએ આ દહેશત વ્યક્ત કરી

દિલ્હીઃ અમેરિકામાં થોડાક સમય પહેલાં જ તેના સમર્થકોએ કે પટેલ પર હિંસા કરી હતી ત્યારે હવે અમેરિકામાં ઉચ્ચ અધિકારીઓએ વ્યક્ત કરી હતી કે વાઈનના શપથગ્રહણ સમારોહમાં તૈનાત નેશનલ ગાર્ડના જવાનો જવાનો બળવો કરી શકે છે તે પછી સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન કરાઈ છે.

વૉશિંગ્ટનમાં નેશનલ ગાર્ડ્સના ૨૫,૦૦૦ જવાનો તૈનાત કરાયા છે, પરંતુ આ જવાનોમાંથી ટ્રમ્પ તરફી જવાનો બળવો કરે તેવી ભીતિ વ્યક્ત થયા પછી આખુંય સુરક્ષાતંત્ર અને તપાસ એજન્સીઓ સાવધાન બની ગઈ હતી. એફબીઆઈએ રક્ષકો જ ભક્ષકો બને તેવી ભીતિ વચ્ચે હાઈએલર્ટ જારી કરીને ખાસ નજર રાખવાની સલાહ આપી છે. એફબીઆઈએ જ આ જવાનોની સઘન તપાસ શરૃ કરી છે.

આર્મી સેક્રેટરી રયાન મેકેર્થીએ કહ્યું હતું કે સુરક્ષા જવાનોની ટૂકડીના કમાન્ડર્સને ખાસ ચેતવણી અપાઈ છે. તેમની ટીમનું બરાબર ધ્યાન રાખવાની તાકીદ ઉચ્ચ અધિકારીઓએ આર્મી અધિકારીઓને કરી હતી.

જો બાઈડેનના શપથ સમારોહને ધ્યાનમાં રાખીને આખું વૉશિંગ્ટન શહેર જાણે લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ચારેકોર સુરક્ષા જવાનોનો કાફલો જ નજરે ચડતો હતો. ટ્રમ્પના શપથ સમારોહ વખતે જેટલા સુરક્ષા જવાનો તૈનાત હતા તેનાથી અઢી ગણા વધુ જવાનો આ વખતે તૈનાત કરવા પડયા છે.
આંતરિક હુમલાના ડરથી નેશનલ ગાર્ડ્સના જવાનો પર અને ઈલેક્ટેડ પ્રમુખ જો બાઈડેનની સુરક્ષા સંભાળતા જવાનો પર પણ વિશેષ ધ્યાન રખાશે.

એફબીઆઈએ તમામ રાજ્યોને ચેતવણી આપી છે કે જો બાઈડેનના શપથ સમારોહના દિવસે ટ્રમ્પના સમર્થકો દેશભરમાં ધાંધલ મચાવી શકે છે. એ દિવસે ટ્રમ્પના સમર્થકો હિંસા વકરાવી શકે એવી શક્યતાના પગલે બધા જ સ્ટેટને નોટિફિકેશન જારી કરાયું છે.

(સંકેત)