Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાના દરિયાઈ વિસ્તારમાં આજથી ચીનને પાઠ ભણાવવાની કવાયત શરૂ,ભારત-અમેરિકા સહીત 17 દેશો થશે સામેલ  

Social Share

દિલ્હી:ચીનને પાઠ ભણાવવાની કવાયત ઓસ્ટ્રેલિયાના દરિયાઈ વિસ્તારમાં શુક્રવારથી શરૂ થવા જઈ રહી છે.આ કવાયતમાં અમેરિકા, બ્રિટન અને ભારત સહિત 17 દેશો સામેલ થશે.આટલું જ નહીં, આ કવાયતમાં 100 ફાઈટર જેટ્સનો પડઘો પણ સંભળાશે.આ મેગા વોર ડ્રિલ 19 ઓગસ્ટથી શરૂ થશે અને 6 સપ્ટેમ્બર સુધી ચાલશે.આ મેગા વોર ડ્રીલમાં ભારત સહિત 17 દેશોની સેના સામેલ થશે.જર્મન ફાઈટર એરક્રાફ્ટ પણ યુદ્ધ કવાયતમાં ભાગ લેશે.

આ મોટી યુદ્ધ કવાયતમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયાની વાયુસેના પણ ભાગ લેશે.આ મેગા વોર ડ્રિલનું આયોજન રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે, જેમાં 17 દેશોની સેનાઓ ભાગ લઈ રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે આ મેગા વોર ડ્રિલમાં 100 ફાઈટર એરક્રાફ્ટ અને 2500 સૈન્ય દળો સામેલ થશે.

આ મેગા વોર ડ્રીલમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, જાપાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા, સિંગાપુર, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યુએસ અને યુકે ભાગ લેવા જઇ રહ્યા છે.

 

Exit mobile version