Site icon Revoi.in

ફેબ્રુઆરીથી ખૂબજ ફેમસ ‘ધ કપિલ શર્મા શો’ થઈ જશે બંધ – જો કે, શોના ચાહકો માટે સારા સમાચાર પણ સામે આવ્યા

Social Share

મુંબઈઃ-સોની ટીવી પર ખૂબજ ચર્ચિત કપિલ શર્મા શો બંધ થવાના સમાચાર વાયુવેગ પસરી રહ્યા છે, જો કે ચાહકો માટે કપિલના શોને લઈને બીજા એક સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે,કોમેડી શોની યાદીમાં ‘ધ કપિલ શર્મા શો’નું નામ ખૂબ જ આગળ છે.

ટીઆરપીમાં ટોચ પર રહેતા કપિલનો શો બંધ થવાના સમાચારથી દર્શકો નાખુશ હતા,જો કે હવે શોના નિર્માતાઓ ચાહકો માટે એક ખરાબ સમાચાર લઈને આવ્યા છે. સોની ટીવી પર આવતો ‘ધ કપિલ શર્મા શો’ ફેબ્રુઆરી મહિનામાં ઓફ એર થવા જઈ રહ્યો છે.જો કે ચાહકો માટે રાહતના સમાચર એ છે કે, ત્રણ મહિના બાદ ફરી નવી સિઝન સાથે શો કમબેક પણ થશે.ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2018થી ચાલી રહેલો શો ફેબ્રુઆરીના બીજા વીકમાં ઓફ એર થવા જઈ રહ્યો છે.

‘ધ કપિલ શર્મા શો’ પણ તેમાંથી બાકાત નથી. લૉકડાઉનના કારણે શોનું શૂટિંગ અટક્યું હતું, ત્યાર બાદ જુલાઈ, 2020માં ફરી વાર શૂટિંગ શરૂ થયું હતું. જોકે, શોમાં ઓડિયન્સને બોલાવવામાં આવી રહ્યો નથી, કોરોનાના કારણે ઓડિયન્સ વગર શો ચાલી રહ્યો છે, ઓડિયન્સને બદલે કટઆઉટ્સ મૂકીને શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.

કપિલના શોમાં ઓડિયન્સ મહત્ત્વની છે. જોકે, કોરોનાને કારણે લાઈવ ઓડિયન્સની પરવાનગી નથી. તેમજ કોઈ ફિલ્મ પણ રિલીઝ થતી નથી. એટલે બૉલીવુડ ર્સ્ટાસ પણ ફિલ્મના પ્રમોશન માટે આવી રહ્યા નથી તેથી શો માટે બ્રેક લેવાનો  આ સમય છે.

સાહિન-