Site icon Revoi.in

નેઈલ આર્ટની ફેશન તમારા હાથની સુંદરતામાં કરે છે વધારો, આ રીતે બનાવા નેઈલને વધુ સુંદર

Social Share

સ્ત્રીઓને નેઈલ પેન્ટ કરવું ખૂબ જ પસંદ હોય છે, વાર તહેવાર હોય કે કોઈ પ્રસંગ હોય મહિલાઓ તેમના નખને જૂદા જૂદા કલરથી રંગીને આકર્ષક  બનાવે છે, નેઈલ પેઈન્ટ તો જૂનું થયું પરંતુ હવે તો માર્કેટમાં નેઈલ આર્ટની બાલબાલા જોવા મળે છે, નેઈલ આર્ટ માટે પાર્લર વાળા હજારો રુપિયા લે છે, અને નખને સુંદર બનાવી આપે છે.નેઈલ પેંટમાં આર્ટ અને કલરોની અવનવી ફેશન પણ આવી છે .નેઇલ કલર નખને સુંદર બનાવવામાં મદદ કરે છે.

નેઇલ આર્ટનો ક્રેઝ યુવતીઓમાં વધુ જોવા મળી રહ્યો છે. નેઇલ આર્ટથી નખની સાથે હાથ પણ સુંદર દેખાવા લાગે છે. પહેલાં નખ પર ભાત-ભાતની ડિઝાઈન બનાવવાનો ટ્રેન્ડ હતો પરંતુ હવે એક સ્ટેપ આગળ વધીને યુવતીઓ પોતાના આઉટકટ મુજબ નેઇલને પેન્ટ કરાવે છે, હવેના ટ્રેન્ડ પ્રમાણે જેવા કપડાં પહેર્યા હોય  તે પ્રમાણે નેઈલ પેઇન્ટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

તમે જે કલરના કપડા પહેર્યા હોય તે કલરની નેઈલ પેઈન્ટ કરી શકો છો, જો તમે બ્લેક નેઈલ પેઈન્ટ કરી હોય તો તેના પર તમે વ્હાઈટ પેઈન્ટથી આર્ટ કરી શકો છોજો તમે રેડ, મરુન કે પછી બ્લયું નેઈલ પેઈન્ટ કરી છે તો તમા તેના પર વ્હાઈટ અને લાઈટ પીંકથી આર્ટ કરીને તમારા નખને સુંદર બનાવી શકો છો.

નેલ પેઈન્ટ ત્યારે જ સારો દેખાવ આપશએ જ્યારે તમે નખને પહેલા બરાબર સાફ કરો છો,તે માટે નખને  એકદમ  સાફ કરીને નેલ પોલિશનો એક કોટ લગાવો. કલર આછો  દેખાતો હોય તો તેના પર બીજો શેડ કરો, ત્રણ કોટ કરતા વધારે નેલ પેઈન્ટનો  પ્રયોગ  ન કરો. નહી તો નખને સુકાતા  સમય લાગે છે.

નેઈલ પેઈન્ટનો કલર તમારા પ્રસંગ કે પાર્ટી પ્રમાણે કરવો જોઈએ ,ઓફીસ માટે જો તને નેઈલ પેઈન્ટ કરો છો તો તનમારે લાઈટ શેડ પસંદ કરવા જોઈએ જે તમારા હાથને સુંદર અને આકર્ષક બનાવે છે.બને ત્યા સુધી ટ્રેન્ડી અથવા ચમકદાર  નેલ પેઈન્ટનો ઉપયોગ ટાળવો જોઈએ અને મ્યૂટ કલર તેમ જ લાઈટ સી ગ્રીન કલર,  ઓફ વ્હાઈટ, લાઈટ ઓરેન્જ જેવા કલરની પસંદગી કરવી  જોઈએ.