Site icon Revoi.in

ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટમેન કેએલ રાહુલની પોસ્ટ ઉપર ફિલ્મ અભિનેત્રીએ કરી આવી કોમેન્ટ

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેસ્ટમેન કે.એલ.રાહુલ એપેન્ડિક્સના ઓપરેશન પછી હવે પુરી રીતે ફીટ છે. કેએલ રાહુલ આગામી મહિને ઈંગ્લેન્ડની ધરતી ઉપર રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચને લઈને હાલ જોરદાર ટ્રેનિંગ કરી રહ્યો છે. રાહુલ ક્રિકેટના મેદાનની અંદર જેટલો હિટ છે એટલો જ મેદાનમાં બહાર ચર્ચામાં રહે છે.

અખબારના રિપોર્ટ અનુસાર રાહુલ અને બોલીવુડના અભિનેત્રા સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી સારી એવી મિત્રતા છે. દરમિયાન રાહુલે સોશિયલ મીડિયા ઉપર પોતા વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે. જેની અથિયા શેટ્ટીએ કરેલી કોમેન્ટ ઘણું બધુ કહી જાય છે. કેએલ રાહુલે પોતાનો ફોટો શેર કરીને લખ્યું છે કે, હવે ફરી આપણે ઉઠીશું. રાહુલના આ ફોટો ઉપર અથિયા શેટ્ટીએ કોમેન્ટ કરી છે. જે લોકોને પસંદ આવી રહી છે. અભિનેત્રીએ સ્માઈલની ઈમોજી કોમેન્ટ કરી હતી. કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી વચ્ચે સારી એવી મિત્રતા છે. જેથી બંને એક-બીજાની પોસ્ટ પર કોમેન્ટ કરે છે. જો કે, બંને પોતાના સંબંધને લઈને કોઈ ખુલાસો કર્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા 2 જૂનના રોજ ઈંગ્લેન્ડ જવા રવાના થવાની છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પહોંચીને 10 દિવસ ક્વોરન્ટીન રહેશે. આ બાદ તા. 18મી જૂનના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સાઉથેમ્પ્ટનમાં રમાશે. કેએલ રાહુલે 36 ટેસ્ટ મેચમાં 5 સદી અને 11 અધી સદી એટલે 50-50 રન બનાવ્યાં છે. આમ ટેસ્ટમાં રાહુલે 2006 રન બનાવ્યાં છે.

Exit mobile version