Site icon Revoi.in

ફિલ્મ ‘સૂર્યવંશી’ના રિલીઝ થવા પર લાગ્યું કોરોના ગ્રહણ –  30 એપ્રિલના રોજ આ ફિલ્મ નહી થાય રિલીઝ

Social Share

મુંબઈ – મહારાષ્ટ્ર દેશનું એવું રાજ્ય. બન્યું છે કે જ્યા કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને રાજ્ય સરકાર દ્રારા અનેક પગલા લેવામાં આવી રહ્યા છએ જે અંતર્ગત અઠવાડિયાના અંતમાં લૉકડાઉન  પણ જાહેર કરવામાં આવ્યું છે.આ સાથે જ નાઈટ કર્ફ્યૂ પણ લાગૂ કરાયું છે, 30 એપ્રિલ સુધી આ તમામ નિયમોનું પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન બોલિવૂડની ફિલ્મ જે રિલીઝ થવાની હતી તેની રિલીઝ ટેડ પાછળ ખસી શકે છે.

કોરોના કાળ બાદ 30 એપ્રિલના રોજ અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ રિલીઝ થવાની હતી જો કે હવે આ સ્થિતિને જોતા આ ફિલ્મ 30 તારીખે રિલીઝ કરવામાં નહી આવે.

ઉલ્લખેનીય છે કે, વધતા કોરોનાના કહેરને લઈને રાજ્યમા સીએમ એ ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં રોહિત શેટ્ટીએ ફિલ્મ રિલીઝ માટે ના જણઆવ્યું હતું, રોહિત શેટ્ટીએ ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન કરી હતી જેને લઈને તેમના વખાણ પણ સીએમ દ્રારા કરવામાં આવ્યા હતા.

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સૂર્યવંશી છેલ્લા ઘણા સમયથી રાહ જોવાતી ફિલ્મ છે, જેની ચર્ચાએ જોર પકડ્યું છે, આ પહેલા પણ એક વખત ફિલ્મ રિલીઝ થવાની તારિયખમાં ફેરફાર થયો હતો. આ પહેલા 27 માર્ચના રોજ આફિલ્મ રિલીઝ થવાની હતી ત્યારબાદ 30 એપ્રિલે રિલીઝ કરવાની જાહેરાત થઈ હતી જો કે વીકએન્ડ લોકડાઉનના કારણે ત્યારે પણ આ ફિલ્મ રિલીઝ નહી થાય.

સાહિન-