Site icon Revoi.in

ન્યૂયોર્કમાં ઈન્ડિયા ડે પરેડમાં ટેલિસ્ટાર હિના ખાન ભાગ લેનારી પ્રથમ એક્ટ્રેસ

Social Share

હિના ખાનની વાત કરવામાં આવે તો હિના ખાનને કોણ નથી ઓળખતું, ખાસ કરીને યે રિશ્તા ક્યા કેહલાતા હે ફેઈમ થી ફેમસ થયેલી અક્ષરા દેશભરના ઘરોમાં જાણીતી લોકપ્રિય અભિનેત્રી છે તે ઉપરાંત થોડા સમય પહેલા તે કોમોલિકાના નેગેટીવ રોલમાં કસોટી જીંદગી કી માં જોવા મળી હતી,

હિનાખાને સફળતાની સીડીઓ પાર કરી આ વર્ષ દરમિયાન તેણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ પણ લીધો હતો. ત્યારે હવે ફરિ  હિનાખાનને ન્યૂયોર્કમાં યોજાનાર ‘ઈન્ડિયા ડે પરેડ’માં પણ તેના ચાહકોને જોવા મળશે, આ પરેડ માટે હિનાને ખાસ ઈન્વિટેશન આપવામાં આવ્યું છે હિના ખાન પ્રથમ ટીવી એક્ટ્રેસ છે કે  જે ઈન્ડિયા ડે પરેડમાં સામેલ થશે. ત્યારે  વાત સાંભળીને તેના ચાહકોમાં શુશી ફેલાય હતી.

 એક્ટર્સ હિના ખાનને સોશિયલ મીડિયામાં તેના પ્રસંશકો શુભેચ્છા પાઠવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ન્યૂયોર્કમાં 18 ઓગસ્ટના રોજ ‘ઈન્ડિયા ડે પરેડ’માં સૈન્ય દળોના પરાક્રમ તથા બલિદાનને સન્માનિત કરવામાં આવનારા છે આ પરેડમાં હજારો ભારતીયો આવતા હોય છે. આ વર્ષે પરેડની મુખ્ય થીમ ‘પોતાના સૈનિકોનું સમર્થન કરો, પોતાના સૈનિકોને સલામ કરો’ રાખવામાં આવી છે.ત્યારે આ પરેડમાં હિના ખાનની સાથે સાથે બૉલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટી પણ હશે.

Exit mobile version