Site icon Revoi.in

પ્રથમ આફ્રિકી મહિલા ઓકોન્ઝો-ઈવેલા બની શકે છે ‘વિશ્વ વ્યાપાર સંગઠન’ની પ્રમુખ

Social Share

દિલ્હીઃ-વૈશ્વિક વ્યાપાર મંળે મંગળવારના રોજ ઘોષણા કરી હતી કે તે 15 ફેબ્રુઆરીએ તેની જનરલ કાઉન્સિલની વિશેષ બેઠક આયોજીત કરશે, જેમાં ડિરેક્ટર જનરલની નિમણૂક અંગે વિચારણા કરવામાં આવશે. જો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના 164 સભ્યોમાંથી કોઈ પણ તેનો વિરોધ કરશે નહીં, તો 2025 સુધીમાં તેમની સંભવિત ચાર વર્ષની મુદત માટે નિમણૂક કરવામાં આવશે.

વિતેલા અઠવાડિયે, યુએસ રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્રે ઓકન્ઝો-ઇવેલાને પોતાનો જોરદાર ટેકો જાહેર કર્યો હતો, જ્યારે ટ્રમ્પના વહીવટીતંત્રે તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો.

નાઇઝિરીયાના નાણાં મંત્રી તરીકેની તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, ઇવેલાએ ભ્રષ્ટાચારને જડમૂળથી દૂર કરવ માટે ઘણા પ્રયત્નો કર્યા. આ સમય દરમિયાન, તેમની યોજનાઓની પણ પ્રશંસા કરવામાં આવી. તેમને સારા કામ કરવા માટે ઉપનામો પણ આપવામાં આવ્યા હતા.

ઓકોન્ઝો-ઇવેલા 25 વર્ષના ઇતિહાસમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું નેતૃત્વ કરનારી મહિલા હશે. તે જ સમયે, ટ્વિટર દ્વારા, તેણે કહ્યું કે તે પોકતાને સન્માનિત અનુભવી રહ્યા છે. અંતિમ રાઉન્ડમાં જવા માટે સૌનો આભાર પણ માન્યો.

ઓકન્ઝો-ઇવેલા એ વર્ષ 1976 માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી મેગ્ના કમ લાઉડમાં ડિગ્રી મેળવી હતી, તેમજ 1981 માં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરની પદવી મેળવી હતી. ત્યાર બાત તે વોશિંગ્ટન સ્થળાંતર થઈ, જ્યાં વર્લ્ડ બેંકમાં ઝડપથી આગળ વધીને 2013 માં મેનેજિંગ ડિરેક્ટર બની.

સાહિન-