Site icon Revoi.in

ગૂગલ મેપની પ્રથમ એન્ડ્રોઇડ એપ 2008માં થઈ હતી લોન્ચ,આજે લાખો લોકો કરે છે યુઝ

Social Share

અજાણ્યું એડ્રેસ શોધવા માટે ઘણી તકલીફ વેઠવી પડે છે. સામાન્ય રીતે મોટા શહેરોમાં એક સ્થળેથી બીજા સ્થળે જવાનો રસ્તો ખબર ન હોય તો રાહદારીઓને પૂછવું પડે છે.ઘણીબધી વાર અજાણ્યું એડ્રેસ શોધવામાં આમથી તેમ ફરવું પડે છે. તેમાં પણ ક્યારેક જો કોઈ રાહદારી ખોટો રસ્તો બતાવી દે તો તકલીફનો પાર નહિ ! એવા સમયે ગૂગલ એપ દ્વારા રસ્તામાં કોઈને પુછ્યા વગર તમે તમારી નક્કી કરેલી જગ્યાએ નિર્ધારિત સમય પર પહોંચી જશો.ગૂગલે 2005માં ગૂગલ ટ્રિપની શરૂઆત કરી હતી.આજે માત્ર મુઠ્ઠીભર લોકો જ જાણે છે કે ગૂગલે તેની પ્રથમ સફર માટે કયું શહેર પસંદ કર્યું હતું.જો તમે આ જાણતા નથી, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ગૂગલે તેના ટ્રિપ પ્લાનર તરીકે સૌથી પહેલા કોને પસંદ કર્યા હતા.

ગૂગલ ટ્રિપ પોર્ટલેન્ડથી તેના પ્લાનરની શરૂઆત કરી હતી. ડિસેમ્બર 2005માં, કંપનીએ ટ્રાન્ઝિટ ગૂગલ ટ્રિપ પ્લાનરનો ઉપયોગ કરનાર પોર્ટલેન્ડને ઓરેગોન પ્રથમ શહેર બન્યુ, જેણે મુસાફરોને જાહેર પરિવહન સમયપત્રક અને રૂટ્સ જોવામાં મદદ કરી. તે એક સ્વતંત્ર ઉત્પાદન તરીકે શરૂ થયું હતું, પરંતુ પછીથી તેને Google મેપ્સમાં જોડવામાં આવ્યું હતું. થોડા વર્ષોમાં, આ સુવિધા વિશ્વભરના શહેરોમાં પ્રવેશી.

ઉલ્લેખનીય છે કે, ગૂગલે 2005માં ગૂગલ મેપ્સની રજૂઆત કરી હતી.આજે OLA થી Rapido સુધી દરેક વ્યક્તિ Google Map નો ઉપયોગ કરે છે અને Google દ્વારા આપવામાં આવેલ રૂટ પર ચાલતા ગ્રાહક સુધી પહોંચી શકે છે.

ઘણા વર્ષો સુધી કામ કર્યા પછી, નવેમ્બર 2007 માં, ગૂગલે મોબાઇલમાં પણ ગૂગલ મેપ દાખલ કરી. આ પછી લોકો માટે રસ્તો શોધવો ખૂબ જ સરળ થઈ ગયો.ગૂગલ મેપની પ્રથમ એન્ડ્રોઇડ એપ 2008માં લોન્ચ કરવામાં આવી હતી, ત્યારબાદ 2012માં iOS એપ લોન્ચ કરવામાં આવી હતી. આજે આખી દુનિયાના રોડ અને રસ્તાઓ આરામથી તમે ગુગલ મેપની નાની દુનિયામાં ઝૂમ કરીને જોઈ શકો છો.

આમ,50 લાખથી વધુ વેબસાઈટ અને એપ્સ દરરોજ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે.આ સિવાય ટ્રાફિકથી મુક્તિ અપાવવાનું કામ પણ ગૂગલે કર્યું.ગૂગલ મેપ્સ લોન્ચ કર્યાના લગભગ બે વર્ષ પછી, ગૂગલ મેપ્સે 30 થી વધુ યુએસ શહેરો માટે ટ્રાફિક સ્ટેટ્સ પર રીઅલ-ટાઇમ માહિતી રજૂ કરી.

Exit mobile version