Site icon Revoi.in

હૃતિક રોશનના બર્થડે પર તેમની અપકમિંગ ફિલ્મ ‘વિક્રમ વેધા’નો ફર્સ્ટ લૂક સામે આવ્યો -આ તારીખે ફિલ્મ થશે રિલીઝ

Social Share

દિલ્હીઃ-  અભિનેતા હૃતિકરોશનનો આજે જન્મદિવસ છે, ત્યારે તેમની અપકમિંગ ફિલ્મ વિક્રમ વેધાનો ફર્સેટ લૂક સામે આવ્યો છે, આજે હૃતિક માટે ખાસ દિવસ હોવાથી વિક્રમ વેધાનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ઋતિક રોશન ‘વેધા’ના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં હૃતિક રોશન વિલનના રોલમાં જોવા મળનાર છે ત્યારે લીડ હિરોમાં સેફઅલી ખાન જોવા મળશે.

હ્રતિક રોશન  અનોખા અંદાજમાં જોવા મળ્યા છે, તેમના ચહેરા પર દાઢી-મૂછ, આંખો પર ચશ્મા, કુર્તો, ગળામાં બ્લેક દોરો, વિખોળાયેલા વાળ, ચહેરા પર લોહીના ઘબ્બા સાથે આ ફર્સ્ટ લૂક રિલીઝ થયો છે…. આ લુકમાં રિતિક શાનદાર વિલન દેખાઈ રહ્યો છે. ફર્સ્ટ લુકની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ ફિલ્મ પહેલા શાહરૂખ ખાન અને માધવન કરવાના હતા, પછી આમિર ખાન અને રિતિક રોશનને ફિલ્મમાં લાવવાની ચર્ચાઓ થઈ હતી. આખરે આ ફિલ્મમાં હૃતિક રોશન અને સૈફ અલી ખાન જોવા મળવાના છે.

મૂળ તમિલમાં બનેલી, વિક્રમ વેધાએ આર માધવન અને વિજય સેતુપતિ અભિનીત કર્યા હતા. ગાયત્રી અને પુષ્કરે ઓરિજિનલ વિક્રમ વેધાનું લખાણ અને દિગ્દર્શન પણ કર્યું છે. આ બંને ફિલ્મની રિમેક પણ બનાવી રહ્યા છે.

આ ફિલ્મ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને તેની ભાગીદારી કંપની વાય નોટ સ્ટુડિયો દ્વારા નિર્માણ કરવામાં આવી હતી. ફિલ્મના બૌદ્ધિક સંપદા અધિકારો રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ પાસે હોવાથી, તેણે તેની હિન્દી રિમેકની જવાબદારી અન્ય ભાગીદારી કંપની, ફ્રાઈડે ફિલ્મવર્કસને સોંપવામાં આવી છે.

Exit mobile version