Site icon Revoi.in

જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘તહેરાન’નો ફર્સ્ટ લૂક આવ્યો સામે – અભિનેતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો

Social Share

મુંબઈઃ- બોલિવૂડ જગતમાં હવે ફિલ્હમ રિલીઝ થવાની લાઈન લાગી છે તો કેટલીક ફિલ્મોનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે ત્યારે હવે અભિનેતા  જ્હોન અબ્રાહમે પણ તેની આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. જ્હોન એક્શન થ્રિલર ફિલ્મ તેહરાનના શૂટિંગમાં હવે વ્સ્ત છએ ત્યારે  ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો  છે.

જ્હોન અબ્રાહમની અપકમિંગ ફિલ્મની ઘોષણા કરતા, મેડૉક ફિલ્મ્સે ટ્વિટર પર એક વિડિયો શેર કર્યો છે જેમાં અભિનેતાનો શાવનદાર લુક જોવા મળી રહ્યો છે. આ થોડી સેકન્ડના વીડિયોમાં જ્હોન ખૂબ જ જોરદાર એક્સપ્રેશન સાથે જોવા મળી રહ્યો છે.

 જ્હોનનો ફર્સ્ટ લૂક શેર કરતાં મેડૉક ફિલ્મ્સે ટ્વિટર પર લખ્યું છે કે , “લાઇટ, કેમેરા અને થોડી એક્શન સાથે, તેહરાનનું શૂટિંગ શરૂ થાય છે.”ત્યારે અભિનેતા જ્હોને પોતે પણ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ  એકાઉન્ટ પર પણ શેર કર્યો છે, જેને ફેન્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.ઉલ્લએખનીય છે કે મેડડોક ફિલ્મ્સ બેક માય કેક ફિલ્મ્સ સાથે મળીને ફિલ્મનું નિર્માણ કરી રહી છે. રિતેશ શાહ અને આશિષ પ્રકાશ વર્માએ ફિલ્મ લખી છે.