Site icon Revoi.in

મધ્યપ્રદેશના ખજુરાહોમાં G-20 ના કલ્ચર વર્કિંગ ગ્રૂપની 4 દિવસીય બેઠકનો આજથી આરંભ

Social Share

દિલ્હીઃ આ વર્ષે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે તેને લઈને અનેક બેઠકો યોજાઈ રહી છે. ભારતનો G-20 કલ્ચર ટ્રૅક કલ્ચર ઑફ લાઇફના વિચાર પર આધારિત છે, જે ટકાઉ જીવન માટે પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી માટેનું અભિયાન છે” ત્યારે હવે આજે 22 ફએબ્રુઆરીના રોજથી. સંસ્કૃતિ મંત્રાલય મધ્યપ્રદેશના ખજુરાહોમાં  25 ફેબ્રુઆરી  સુધી સંસ્કૃતિ કાર્યકારી જૂની પ્રથમ બેઠકનું આયોજન કરાયું છે.

 આ કલ્ચર વર્કિંગ ગ્રૂપની ચાર બેઠકો યોજાશે. જે ખજુરાહો, ભુવનેશ્વર, હમ્પીમાં હશે  સાંસ્કૃતિક કાર્યકારી જૂથની આ બેઠકમાં એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે જેનું આયોજન મહારાજા છત્રસાલ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવશે. જેનું ઉદ્ઘાટન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી શ્રી જી કિશન રેડ્ડી દ્વારા કરવામાં આવશે.
 ચાર દિવસીય બેઠક 25 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. બેઠકમાં જી-20 સભ્યોના 125 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.આ સંદર્ભમાં, સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને જણાવ્યું હતું કે, “ભારત સંસ્કૃતિમાં એટલો સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે કે આ સાંસ્કૃતિક સંગઠન તેનું પોતાનું અલગ મહત્વ ધરાવે છે.
આ સાથે જ કહેવામાં આવ્યું છે કે G-20 ની સર્વોચ્ચ થીમ “વસુધૈવ કુટુંબકમ – એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય” છે. સંસ્કૃતિ મંત્રાલયે ભારતની G-20 થીમ “વસુધૈવ કુટુમ્બકમ” થી પ્રેરિત સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સનો એક મજબૂત કાર્યક્રમ વિકસાવ્યો છે.