Site icon Revoi.in

સારા સમાચાર – દેશના આ શહેરમાં એક જ ઝટકામાં 3 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું પેટ્રોલ

Social Share

ચેન્નઈ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી આમ જનતા પરેશાન છે. પરંતુ, દેશના દક્ષિણ ભાગમાં વર્તમાન તમિલનાડુએ આમ જનતાને રાહત આપતા પેટ્રોલના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. તમિલનાડુ સરકારે રાજ્યમાં પેટ્રોલની કિંમતમાં રૂ. ૩ નો ઘટાડો કર્યો છે. તમિલનાડુમાં આજે રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી P.T.R. Palanivel Thiaga Rajan ને શુક્રવારે પોતાનું પ્રથમ પેપરલેસ બજેટ રજૂ કર્યું. તમિલનાડુ સરકારે રાજ્યની એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકતા પેટ્રોલની કિંમતમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી રાજ્ય સરકારને આ વર્ષે 1,160 કરોડ રૂપિયાનું નુકસાન થશે.

નિષ્ણાતોનું કહેવું છે કે, તમિલનાડુ બાદ અન્ય રાજ્યો પણ પેટ્રોલ પરનો ટેક્સ ઘટાડીને સામાન્ય લોકોને રાહત આપી શકે છે. કારણ કે, એપ્રિલ 2020 થી અત્યાર સુધી દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 32.25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. તે 69.59 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 101.84 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. તો, આ સમયગાળા દરમિયાન ડીઝલની કિંમતમાં 27.58 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. ભાવ 62.29 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 89.87 રૂપિયા પ્રતિ લીટર થયો છે.

મે 2021 થી સતત વધી રહેલા ભાવ બાદ તમામ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વિક્રમી ઉંચાઈએ પહોંચ્યા છે. 3 મેથી કિંમતોમાં થયેલા વધારાથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, કેરળ, બિહાર અને પંજાબ સહિત 15 રાજ્યોમાં મોટાભાગના સ્થળોએ પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર ધકેલાયા છે.