Site icon Revoi.in

સરકારે સોળમા નાણાંપંચના સભ્યોની નિમણૂંક કરી

Social Share

નવી દિલ્હીઃ સોળમા નાણાં પંચની રચના 31મી ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી, જેમાં નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા તેના અધ્યક્ષ રહ્યા છે. હવે ભારતના રાષ્ટ્રપતિની મંજૂરીથી કમિશનમાં અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિએ આપેલી મંજુરી અનુસાર પંચમાં અજય નારાયણ ઝા, શ્રીમતી એની જ્યોર્જ મેથ્યુ, ડૉ. નિરંજન રાજાધ્યક્ષ અને ડૉ. સૌમ્યા કાંતિ ઘોષની નિમણુંક કરવામાં આવી છે. 16મી નાણાપંચને 1લી એપ્રિલ, 2026થી શરૂ થતા 5 વર્ષના એવોર્ડ સમયગાળાને આવરી લેતા 31મી ઓક્ટોબર, 2025 સુધીમાં તેની ભલામણો ઉપલબ્ધ કરાવવા વિનંતી કરવામાં આવી છે.