Site icon Revoi.in

વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને સરકાર લોન આપે છે, પણ કેટલાક વિદ્યાર્થી ભરતા નથી,

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા વિદેશમાં જતા વિદ્યાર્થીઓને રૂ. 15 લાખની લોન આપવામાં આવે છે. આ લોન ઓછા વ્યાજદરે અપાતી હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવે છે,પણ બીજી હકિકત એવી છે. કે, કેટલાક વિદ્યાર્થીઓ લોન ભરપાઇ કરતા નથી. આથી લોન ભરપાઇ કરવાની જવાબદારી માત્ર વિદ્યાર્થીઓને બદલે વાલીઓ પર પણ આવે તેટલા માટે વાલીઓની જવાબદારી ફિક્સ કરવા માટે વાલીઓ પાસેથી બાંહેધરી આપતું એફિડેવિટ લાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સમાજ કલ્યાણ વિભાગ સંલગ્ન નિગમ દ્વારા વિદેશ જતાં વિદ્યાર્થીઓને ભણવા માટે રૂપિયા 15 લાખની ઓછા વ્યાજદરની લોન આપવામાં આવી છે. પરંતુ લોન લઈને વિદેશમાં ભણ્યા બાદ ત્યાં નોંકરીમાં સેટલ થઈ ગયા પછી પણ કેટલાક વિદ્યાર્થીઓ લોન ભરતા નથી. અને દેશમાં રહેતા તેના વાલીઓ પણ હાથ ઊંચા કરી દેતા હોય છે. એટલે હવે લોન ભરવા માટે વાલીઓ પાસેથી એફિટેવિટ સાથે બાંયેધરી પત્ર લેવામાં આવશે. સાથે મજબૂત ગેરન્ટર પણ આપવા પડશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યા હતું કે, રાજયના સમાજ કલ્યાણ વિભાગ હેઠળના નિગમ દ્વારા વિદ્યાર્થીઓને વિદેશ ઉચ્ચ અભ્યાસઅર્થેની લોન આપવામાં આવે છે. કેટલાક કિસ્સામાં વિદ્યાર્થીઓ લોનનો દૂરુપયોગ પણ કરતા હોય છે. કેટલાક કિસ્સામાં લોનનની રકમ પરત પણ આવતી નથી. આથી સમાજ કલ્યાણ વિભાગ લોન પરત કરવાની ટકાવારી વધે તેટલા માટે લોન લેતી વખતે રજૂ કરવાના પ્રમાણપત્રોમાં કેટલોક સુધારો કરવા માગે છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ પાસેથી બાંહેધરી પત્ર લેવામાં આવતું હતુ,પણ હવે વાલીઓ પાસેથી કોઇ બાંહેધરીપત્રક લેવાશે.